બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / with the help of aadhaar you will be able to get online learning driving license

સુવિધા / ફક્ત 1 ડોક્યૂમેન્ટની મદદથી આ રીતે ઘરે બેઠા બનાવી શકાશે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ, નહીં કરવા પડે આરટીઓના ચક્કર

Published By: Bhushita

Last Updated: 08:25 AM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવું લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાને માટે તમારે હવે આરટીઓના ચક્કર કરવા પડશે નહીં. આ કામ તમે તમારા આધાર કાર્ડની મદદથી ઘરે બેઠા કરી શકો છો. તો જાણી લો આ માટેની ખાસ પ્રોસેસ.

  • ઘરે બેઠા બનાવી શકાશે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ
  • આધાર કાર્ડની મદદથી કામ બનશે સરળ
  • જાણો સમગ્ર પ્રોસેસ અને માહિતિ

કેન્દ્ર સરકાર પરિવહનની કુલ 16 સુવિધાઓ હવે ઓનલાઈન મળી રહેશે. ગ્રાહકોને સરકારી પોર્ટલ પર આધાર નંબર લખવાનો રહે છે અને તેઓ તમામ સુવિધાઓનો લાભ મેળવી શકે છે.  

નવા નિયમમાં આધાર કાર્ડની રહેશે જરૂર

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 29 જાન્યુઆરીએ દરેક રાજ્યો પાસે 15 દિવસમાં સૂચન માંગ્યા છે. આ પછી તેઓ આ મહિનામાં તેને લઈને ફેરફાર કરશે. નવા નિયમમાં સરકારી પોર્ટલ પર આધાર નંબરનું પ્રમાણીકરણ અને પરિવહનની કુલ 16 સુવિધાઓ ઓનલાઈન શરૂ કરાશે. 

આ સુવિધાઓ મળશે ઓનલાઈન

મળતી માહિતી અનુસાર કોરોના મહામારીને કારણે કામકાજને સંપર્ક રહિત બનાવવાનું નક્કી કરાયું હતું જેમાં પ્રમુખ રીતે નવું લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ અને વાહન પંજીકરણ પ્રમાણપત્રમાં એડ્રેસનો ફેરફાર, આંતરરાષ્ટ્રિય ડ્રાઈવિંગ પરમિટ, અસ્થાયી વાહન પંજીકરણ, પંજીકરણ માટે એનઓસી, ડુપ્લીકેટ પંજીકરણ પ્રમાણપત્ર, વાહન ટ્રાન્સફરના કામો સામેલ છે. અધિકારીએ કહ્યું કે પ્રમાણીકરણથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશનને માટે અનેક ડોક્યૂમેન્ટની જરૂર રહેશે નહીં.રાજ્યોના આરટીઓ કામકાજમાં પ્રમાણિકતા રહેશે. 

ડ્રાઈવિંગ લાયસન્સની ઓનલાઈન પ્રક્રિયાથી દગાખોરી ઘટશે

ઓનલાઈન આધાર કાર્ડની નવી વ્યવસ્થાથી અલગ રાજ્યોને એક વ્યક્તિ દ્વારા અનેક ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા રોકાશે. ચોરી થયેલા વાહનોના ધંધા બંધ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Driving Licence Learning License documents facility આધાર કાર્ડ ઓનલાઈન પ્રોસેસ ડ્રાઈવિંગ લાયસન્સ લર્નિંગ લાયસન્સ સુવિધા learning driving license

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ