બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:24 AM, 2 March 2024
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણી લડી શકે છે. યુવરાજ સિંહે આ બાબતે નિવેદન આપ્યું છે. કહેવામાં આવી રહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહ પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડશે.
ADVERTISEMENT
યુવરાજ સિંહે આ તમામ બાબતોનું ખંડન કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ‘હું ગુરદાસપુરથી ચૂંટણી નથી લડી રહ્યો. હું લોકોને સપોર્ટ અને મદદ કરવા માનું છું. હું મારા ફાઉન્ડેશન યૂવીકેનના માધ્યમથી આ પ્રકારે કરતો રહીશ. પોતપોતાની ક્ષમતા અનુસાર બદલાવ લાવતા રહો.’
છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, યુવરાજ સિંહ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સની દેઓલની જગ્યાએ ચૂંટણી લડી શકે છે. સની દેઓ ગુરદાસપુરથી ભાજપ સાંસદ છે. યુવરાજ સિંહ અને નીતિન ગડકરી સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: શ્રેયસ અય્યરને લઇ અજિંક્ય રહાણેનું મોટું નિવેદન, કહ્યું 'મને નથી લાગતું કે એને....'
જણાવી દઈએ કે, યુવરાજ સિંહ ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત અને મહાન ખેલાડીઓમાંથી એક છે, જેણે ભારત સાથે બે વર્લ્ડ કપ જીત્યા છે. તે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો. યુવરાજ સિંહે 10 જૂન 2019ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. યુવરાજ સિંહ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો અને બંને ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી તેણે ખાસ છાપ ઉભી કરી હતી. યુવરાજે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 રમી છે. યુવીના 40 ટેસ્ટની 62 ઇનિંગ્સમાં કુલ 1900 રન છે, વનડે કરિયરની વાત કરીએ તો યુવરાજે 278 ઇનિંગ્સમાં કુલ 8701 રન બનાવ્યા છે. જ્યારે 58 T20I માં 1177 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં કુલ 9 વિકેટ, વનડેમાં 111 અને T20માં 28 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.