બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ajinkya rahane statement on shreyas iyer after he drop by bcci in central
Arohi
Last Updated: 09:46 AM, 2 March 2024
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2023-24ના વાર્ષિક પ્લેયર કોન્ટ્રાક્ટ લિસ્ટથી શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને બહાર કરી દીધા છે. ત્યાં જ હવે અય્યર મુંબઈની તરફથી રણજી ટ્રોફીના હાલના સીઝનના બીજા સેમીફાઈનલ મેચમાં મુંબઈની ટીમમાંથી રમતા જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ મહત્વની મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રહી ચુકેલા અજીંક્ય રહાણેએ અય્યરને લઈને પુછેલા સવાલ પર જવાબ આપતા કહ્યું કે તેમને મુંબઈના આ બેટ્સમેનને સારૂ પ્રદર્શન કરવા માટે કોઈ પ્રકારની પ્રેરણા કે સલાહ આપવાની જરૂર નથી.
તે એક અનુભવી ખેલાડી
શ્રેયસ અય્યરને લઈને જ્યારે તમિલનાડુના સામે રણજી ટ્રોફી 2024 સીઝનના બીજા સેમીફાઈનલ મેચથી પહેલા મુંબઈ ટીમના કેપ્ટન અજીંક્ય રહાણેને પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે ખૂબ જ અનુભવી ખેલાડી છે અને જ્યારે પણ મુંબઈની ટીમથી રમ્યા છે તો તેમનું યોગદાન શાનદાર જોવા મળ્યું છે.
વધુ વાંચો: હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ: સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા
તેમણે જણાવ્યું, સેમીફાઈનલ મેચ પહેલા ટીમમાં તેમની વારસી અમારા માટે આત્મવિશ્વાસને વધારનાર માનવામાં આવી શકે છે. મને નથી લાગતું કે તેને કોઈ પણ પ્રકારની સલાહ કે પ્રોત્સાહનની જરૂર છે. તેને ઘરેલુ ક્રિકેટમાં હંમેશા મુંબઈ યોગદાન આપ્યું છે અને ડ્રેસિંગ રૂમમાં અય્યરની હાજરીથી અન્ય ખેલાડીને પણ તેમના એનુભવથી મદદ મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.