બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Will the government allow fitting of private CNG kit in BS-6 vehicle after 2020?

બળતણ / શું ગુજરાત સરકાર 2020 પછીના BS-6 એન્જીન કારમાં ખાનગી CNG કીટ ફિટિંગની મંજૂરી આપશે?

Shyam

Last Updated: 04:28 PM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2020 પછીના BS-6 એન્જીન ધરાવતા વાહનોમાં ખાનગી કંપનીઓની CNG કીટ ફિટિંગને સરકારે એપ્રુવલ આપવાનું બંધ કરી દીધું, CNG કીટફિટિંગનો ધંધો પડી ભાંગવા પામ્યો છે

  • BS-6 વાહનોમાં CNG કિટને નથી મંજૂરી
  • વાહનચાલકો અને CNG કિટના વેપારીને મુશ્કેલી
  • સરકાર ક્યારે આપશે એપ્રુવલ?

વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવો વચ્ચે સરકાર દ્વારા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 2020 પછી BS-6 વાહનોમાં CNG કીટ ફિટિંગનું એપ્રુવલ આપવાનું બંધ કરી દીધું છે. ખાનગી કંપનીઓને એપ્રૂવલ ન મળતા મુશ્કેલી વધી છે. વાહનો ખરીદનાર ગ્રાહકો અને ખાનગી કંપનીઓની કીટ ફિટ કરતી કંપનીઓના માલિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારના આ નવા નિયમથી સીએનજી કીટ ફિટિંગનો ધંધો પડી ભાંગવાની સ્થિતિ પર આવી ચુક્યો છે.

છેલ્લા 4 માસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આવા સમયે CNG બળતણ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. સરકાર દ્વારા પણ પેટ્રોલ-ડીઝલને બદલે CNG બળતણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ 2020 પછીના BS-6 એન્જીન ધરાવતા વાહનોમાં ખાનગી કંપનીઓની CNG કીટ ફિટિંગને સરકારે એપ્રુવલ આપવાનું બંધ કરી દીધું છે. હવે ફરજીયાત જેતે કંપની દ્વારા વાહનોમાં CNG કીટ ફિટિંગ ગ્રાહકોએ લેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કેટલાક વાહન ઉત્પાદન કરતા એકમો દ્વારા ચોક્કસ એન્જીનમાં જ CNG કીટ ફિટિંગ કરવામાં આવતું હોય અને તે પણ બજાર કિંમત કરતા બમણી કિંમત કંપનીઓ દ્વારા વસૂલ કરવામાં આવતી હોય છે.  

તે પણ વેઇટિંગમાં વાહનો મળતા હોય ના છૂટકે ગ્રાહકોને પેટ્રોલ વાહન લેવા મજબૂર થવું પડી રહ્યું છે. પહેલા કોઈ પણ એન્જીન ધરાવતા વાહનોમાં કંપની સિવાય બજારમાં ખાનગી કંપનીઓની CNG કીટો માત્ર 40 હજારમાં ફિટ થતી હતી. પરંતુ સરકારે હવે એપ્રુવલ આપવાનું બંધ કરી દેતા આ વ્યવસાય સાથે સંકળાયેલા સેંકડો લોકો બેકાર બન્યા છે. તો બીજી તરફ વાહન ચાલકોને નાછૂટકે પેટ્રોલ વાહન ફેરવવા મજબૂર બનવું પડ્યું છે. સરકાર દ્વારા 2020 પછીના વાહનોમાં ખાનગી કંપનીઓ પાસેથી CNG કીટ ફિટ કરવાના અધિકારો છીનવી લેતા CNG કીટફિટિંગનો ધંધો પડી ભાંગવા પામ્યો છે. ત્યારે તત્કાલ સરકાર આ દિશામાં વિચારે તેવી વાહન ચાલકો અને ખાનગી કંપનીઓની કીટ ફિટ કરતી કંપનીઓના માલિકોની માંગ ઉઠવા પામી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ