ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આજે ભારત બંધમાં શાળા-કોલેજો બંધ રહેશે? જાણો એક ક્લિકમાં સમગ્ર વિગત

ભારત બંધ / આજે ભારત બંધમાં શાળા-કોલેજો બંધ રહેશે? જાણો એક ક્લિકમાં સમગ્ર વિગત

Last Updated: 08:19 AM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ હડતાળની બેંકિંગ અને નાણાકીય સેવાઓ, ટપાલ સેવાઓ , કોલસા ખાણકામ અને કારખાનાઓ, રાજ્ય પરિવહન સેવાઓ અને સરકારી કચેરીઓ સહિત અનેક ક્ષેત્રોને અસર થવાની ધારણા, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે ?

ADVERTISEMENT

10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયન અને ખેડૂત સંગઠનોએ 9 જૂલાઈ 2025ના રોજ ભારત બંધનું એલાનવ જાહેર કર્યું છે.આ બંધ કેન્દ્ર સરકારની એ નીતિઓના વિરોધમાં છે. જેમાં મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ સમર્થક માનવામાં આવે છે. જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને અસ્થાયી રોજગાર જેવી નીતિઓ વિરુદ્ધ લગભગ 25 કરોડ લોકો આ વિરોધમાં જોડાઈ શકે છે. પણ શું ભારત બંધના કારણે કાલે સ્કૂલ કોલેજો પણ બંધ રહેશે? તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જો સ્કુલની કે કોલેજોની વાત કરવામાં આવે તો તે ચાલુ જ રહેવાની છે.શાળા કોલેજમાં આ હળતાડની કોઈ પણ પ્રકારની અસર નહીં થાય.પરંતું જે ST બસના કર્મચારી છે તે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.સાથે જ સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય તેમના બધા કર્મચારી કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.

શાળાઓ, કોલેજો-ઓફિસોનું શું થશે?

9 જુલાઈના રોજ શાળાઓ કોલેજો અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની ધારણા છે. જોકે પરિવહન સમસ્યાઓના કારણે કેટલાક ક્ષેત્રોમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણા શહેરોમાં ટ્રેડ યુનિયનો અને સહયોગી જૂથો દ્વારા વિરોધ માર્ચ અને શેરી પ્રદર્શનોને કારણે જાહેર બસો, ટેક્સીઓ અને એપ્લિકેશન-આધારિત કેબ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આનાથી સ્થાનિક મુસાફરી અને લોજિસ્ટિક્સ કામગીરીમાં વિલંબ અથવા રદ થવાની સંભાવના છે.

વધુ વાંચો: શ્વાન એવો ભસ્યો કે શેરીનાં લોકોનાં ચડી ગયા શ્વાસ, પણ તેમની જિંદગી બચી ગઇ

ભારત બંધથી આટલી સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતા

  • બેન્કીંગ સેવાઓ- બેન્ક કર્મચારીઓની હડતાળના કારણે કેટલાય શહેરોમાં બેન્કીંગ સેવાઓ બંધ રહી શકે છે. જો કે કેન્દ્રીય બેન્ક અથવા સરકારી અધિકારીઓએ પૂર્ણ બંધની સત્તાવાર રીતે જાહેરાત નથી કરી. ગ્રાહકોને સૂચના છે કે તેઓ પહેલાથી સતર્ક રહે.
  • પબ્લિક ટ્રાંસપોર્ટ- બસ, ટેક્સી અને એપ-આધારિત કેબ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. અમુક શહેરોમાં વિરોધ માર્ચ અને રસ્તા જામના કારણે ટ્રાફિક ઈશ્યૂ થઈ શકે છે.
  • રેલ સેવાઓ- રેલવે યૂનિયને ઔપચારિક રીતે બંધમાં ભાગીદારીની ઘોષણા નથી કરી. પણ પ્રદર્શનકારીઓએ રેલવે સ્ટેશન અથવા પાટા પર પ્રદર્શન કરવાથી ટ્રેન સેવાને અસર થઈ શકે છે.

પોસ્ટ સેવાઓ- પોસ્ટ સેવામાં મોડું થાય તેવી શક્યતા છે.

  • કોલસા ખનન અને લોખંડ ઉદ્યોગ- કોલસા ખનન, એનએમડીસી અને અન્ય PSUsમાં પ્રોડક્શન રોકાઈ શકે છે.
  • વીજળી સપ્લાઈ- 27 લાખથી વધારે વીજળઈ કર્મચારીઓ હડતાળમાં સામેલ થવાની આશા છે. જેનાથી વીજળી સપ્લાઈ પ્રભાવિત થઈ શકે છે.

શું છે હડતાળનું કારણ ?

ટ્રેડ યુનિયનોનો દાવો છે કે, તેમની ચિંતાઓને સતત અવગણવામાં આવી રહી છે. તેમણે ગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17-મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સુપરત કર્યો હતો, પરંતુ તેમનું કહેવું છે કે તેનો કોઈ ગંભીર પ્રતિભાવ મળ્યો નથી. યુનિયન ફોરમે કહ્યું કે સરકારે દેશના કલ્યાણ રાજ્યના દરજ્જાને છોડી દીધો છે. તે વિદેશી અને ભારતીય કંપનીઓના હિતમાં કામ કરી રહી છે. આ નીતિઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank close Nationwide Strike Bharat Bandh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ