બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Will MS Dhoni not play all matches of IPL 2024?

IPL 2024 / શું MS ધોની નહીં રમે IPL 2024ની તમામ મેચ? ક્રિસ ગેલના દાવાથી રમતગમત ક્ષેત્રે હડકંપ

Priyakant

Last Updated: 01:41 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MS Dhoni Latest News : ધોની ટૂર્નામેન્ટની મધ્યમાં બ્રેક લેશે અને તેથી જ તેણે સિઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી ?

IPL 2024 : IPL 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ ગેલના એક દાવાથી હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, ક્રિસ ગેલનું માનવું છે કે, એમએસ ધોની IPL 2024ની તમામ મેચો નહીં રમે. તેમણે કહ્યું કે, કહ્યું કે ધોની ટૂર્નામેન્ટની મધ્યમાં બ્રેક લેશે અને તેથી જ તેણે સિઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. ગેઈલે આ વાત CSK vs RCB મેચ પહેલા કહી હતી. તમને જણાવી દઈએ કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન CSKએ IPL 2024ની પ્રથમ મેચ જીતી લીધી છે. તેઓએ RCBને 6 વિકેટથી હરાવ્યું.

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ  ગેઈલે Jio સિનેમા પર CSK vs RCB મેચ પહેલા કહ્યું, તે (MS ધોની) કદાચ બધી મેચો નહીં રમે. વચ્ચે તેના માટે થોડો બ્રેક હોઈ શકે છે. તેથી આ નિર્ણય છે. પરંતુ MSD સારું પ્રદર્શન કરી રહ્યું છે. કરો, તેની ચિંતા કરશો નહીં.

નોંધનીય છે કે, ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ તે સતત IPL રમી રહ્યો છે. દર વર્ષે તેને એક જ સવાલ પૂછવામાં આવે છે, શું આ તારી છેલ્લી IPL સિઝન હશે? અને દરેક વખતે ધોની આ વાતને નકારે છે. જોકે આ વર્ષ ધોનીની છેલ્લી IPL સિઝન હોવાની શક્યતા વધુ છે. માહી 42 વર્ષનો થઈ ગયો છે અને તે યુવા ખેલાડીઓને તેની જવાબદારીઓ સોંપી રહ્યો છે.

વધુ વાંચો: CSK vs RCB મેચ બાદ આ ખેલાડીએ રિટાયરમેન્ટ માટે આપી મોટી હિંટ, જુઓ શું કહ્યું

ધોની RCB સામેની પ્રથમ મેચમાં એકદમ ફિટ દેખાતો હતો, હવે જોવાનું એ છે કે તે આખી સિઝન CSK માટે રમશે કે નહીં. RCB સામેની મેચમાં માહીએ બે કેચ લીધા હતા અને એક રન આઉટ પણ કર્યો હતો. તે વિકેટ પાછળ હંમેશની જેમ તૈયાર દેખાતો હતો. જોકે આ મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આગામી મેચોમાં તે બેટ વડે પણ ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ