બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Will Indians come out of the epidemic because of Tauqte? Learn the predictions of experts
ADVERTISEMENT
કુદરતી આફતો શું આપે છે માનવજાતને?
દુનિયાના અંતને લઈ ઘણી બધી ભવિષ્ય વાણી તમે સાંભળી હશે, પણ 2019માં ચીનમાંથી આવેલ કોરોના મહામારી જાન્યુઆરી 2020માં વિશ્વ માટે મહામારી સાબિત થઈ. હવે આ આફત કુદરતી આફતમાં ગણવી કે પછી કુત્રિમ આફતમાં? તેના વિશે પણ એક લેખ લખી શકાય તેમ છે. આ વાયરસના લીધે લાખો લોકોના મોત થયા છે અને કરોડો લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. પણ આની સાથે સાથે દુનિયાએ ઘણી બધી કુદરતી આફતોનો પણ સામનો કર્યો. જેમ કે, ભૂંકમ્પ, વાવાઝોડું, અતિવૃષ્ટિ આ બધુ જ બદલાતા પર્યાવરણની નિશાની છે અને તે આફતની ઘંટડી વગાડી રહ્યું છે. ઘણા નિષ્ણાતો આ બધી જ આફતો પર ઘણા બધા કારણોને જવાબદાર ગણાવે છે. પણ તેમનું માનવું છે કે આ બધુ થવા પાછળનું મુખ્ય કારણ છે પ્રકૃતિનું નુકશાન કરવું. જેના કારણે જ પૃથ્વી પર ભૂકંપ, સુનામી, ચક્રવાત, અતિવૃષ્ટિ જેવી આફત આવે છે અને તે ઘણું બધુ વિધ્વંસ કરી નાખે છે. 2010 થી લઈ 2019 સુધીમાં પૃથ્વીનું સૌથી ગરમ તાપમાન 2019માં નોંધાયું હતું. પણ હવે જાણીએ ગુજરાતમાં આવનાર તૌકતે વાવાઝોડાથી શું શું થઈ શકે?

ADVERTISEMENT
સ્ટ્રોમ અને સાયક્લોન વચ્ચેનો ફરક
દુનિયામાં આવતા આ વાવાઝોડાની કેટેગરી કઇંક આ રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે હવા 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાય છે ત્યારે તેને વાવાઝોડું(સ્ટ્રોમ) કહેવામાં આવે છે અને જ્યારે 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાય છે ત્યારે તેને સાયક્લોન કહેવામાં આવે છે. તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાતનું તંત્ર પૂરતી તૈયારી કરીને બેઠું છે ત્યારે નિષ્ણાતો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે તૌકતને કારણે આ મહામારીથી કદાચ ઊગરી પણ જઈએ અથવા તો આપણે આ સંકટમાં વધુ ફસાઈ પણ શકીએ. જો કોરોનાંની બીજી લહેરની વાત કરીએ તો તેની શરૂઆત નવેમ્બર મહિનામાં થઈ હતી. ત્યારે શિયાળાની ઋતુ હતી. અને આ લહેર તીવ્ર ગતિએ આવી ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હતી.

ADVERTISEMENT
"તૌકતે" ગુજરાત માટે વાવાઝોડું કે વરદાન?
ગયા વર્ષે જ્યારે કોરોના ભારતમાં પ્રવેશ્યો ત્યારે પણ ઉનાળાની ગરમી શરૂ થઈ હતી. એટલે માર્ચ, એપ્રિલ અને મે 2020માં દેશવ્યાપી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું, પણ ચોમાસાની શરૂઆત થતાં જ કોરોનાની અસર સમગ્ર દેશમાં ઓછી થઈ હતી. 2020માં મુંબઈમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું હતું ત્યારે મુંબઈમાં કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં હતો. વર્ષ 2021 માં હવે વાવાઝોડું તૌકતે ગોવા અને ગુજરાત રાજ્ય પર ત્રાટકી ગયું છે. આ બંને રાજ્યોમાં હાલ કોરોનાની સ્થિતિ ઘણી ગંભીર છે. એવામાં આ વાવાઝોડું નવી આફત મચાવશે કે પછી લોકોને કોરોનામાંથી બચાવશે તે નિષ્ણાતોના મતે એક કોયડા જેવો છે. તો હવે જોવું એ રહ્યું કે તૌકતેના ગયા પછી તેની અસર કોરોના પર કેવી પડે છે? જો એક સામાન્ય અંદાજો લગાવીએ તો ગરમીની ઋતુમાં કોરોનાના આંકડા વધુ પ્રમાણમાં હતા અને તેની સામે ચોમાસા અને ઠંડા વાતાવરણમાં તેના આંકડા ઓછા હતા.
જો આ તર્ક મુજબ કોરોના પોતાનો પ્રકોપ બતાવતો હોય તો પછી "તૌકતે" ખરેખર વરદાન સાબિત થશે.
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.