બ્રેકિંગ ન્યુઝ
VTV / why we write only on cheque after amount know rbi cheque rules
Last Updated: 12:43 PM, 2 May 2023
ADVERTISEMENT
આજકાલ આપણે તમામ વ્યવહારો માટે ચેકનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમાં વપરાયેલી મોટાભાગની માહિતી વિશે આપણે જાણતા નથી. હવે તમે જ જુઓ... શું તમે જાણો છો કે, ચેકની આગળ 2 લીટીઓ કેમ દોરવામાં આવે છે અથવા રકમની આગળ 'Only' શા માટે લખવામાં આવે છે? ના, ના તો… જો તમે પણ કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવા માટે ચેકનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
તો આવો જાણીએ, કે તમે ચેકની આગળ 'Only' શા માટે લખો છો? અને જો તમે ચેકમાં Onlyરકમની આગળ ન લખો તો ચેક બાઉન્સ થશે? આવા તમામ સવાલોના જવાબ આપીશું.
ADVERTISEMENT

કેમ લખાય છે‘Only’?
ખરેખર ચેક પર પૈસાની આગળ Only લખવાનો અર્થ તમારી સુરક્ષા છે. જેના કારણે ખાતા દ્વારા થતી છેતરપિંડી અમુક અંશે રોકી શકાય છે. તેથી જ વર્ડમાં રકમ લખ્યા પછી જ Only જરૂરી છે. જો તમે ન લખો, તો કોઈપણ તમારા ખાતામાંથી કોઈપણ ઇચ્છીત રકમ ઉપાડી લેશે.
ADVERTISEMENT
તમે આને એવી રીતે પણ સમજી શકો છો કે ધારો કે, તમે ચેક દ્વારા XYZ વ્યક્તિને 20,000 રૂપિયા આપી રહ્યા છો, અને શબ્દોમાં લખતી વખતે તમે Only લખ્યું નથી, તો XYZ તેની રકમની આગળ લખીને પૈસા વધારી શકે છે. આ કિસ્સામાં તમે છેતરપિંડીનો શિકાર બનશો. તે જ સમયે, સંખ્યામાં પણ રકમ ભરતી વખતે /- મૂકવું જરૂરી છે. જેથી તેની સામે કોઈ જગ્યા બાકી ન રહે અને કોઈ તેમાં રકમ ઉમેરી ન શકે.

ADVERTISEMENT
શું નહીં લખવા પર બાઉન્સ થાય છે તમારો ચેક ?
લોકોના મનમાં વારંવાર પ્રશ્ન થાય છે કે, જો કોઈ વ્યક્તિ ચેક પર 'Only' લખવાનું ભૂલી જાય તો શું થશે? ચેક બાઉન્સ થાય છે? તેથી જો તમે Only ન લખો તો તેની કોઈ ખરાબ અસર નહીં થાય. આ તમારી સુરક્ષાની સીધી અસર કરે છે. એટલે કે, જો તમે Only ના લખો તો કોઈપણ વ્યક્તિ તે રકમની આગળ કંઈક લખીને વધારાના પૈસા ઉપાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.