બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / why is the pigeon called a spy bird the reason behind it is very interesting
Last Updated: 11:43 PM, 4 February 2024
ADVERTISEMENT
કબૂતરને એક સમજદાર પક્ષી કહેવામાં આવે છે, તેથી તેને જાસૂસી પક્ષી પણ કહેવામાં આવે છે. મુઘલકાળ અને રાજાઓના સમયમાં તેના પુરાવા મળ્યા છે. તાજેતરમાં મુંબઈ પોલીસે 8 મહિના પછી શંકાસ્પદ ચીની જાસૂસને મુક્ત કર્યા છે. મે 2023માં મુંબઈ બંદર પાસે કબૂતરની ધરપકડ કરવામાં આવી હતી. કબૂતરના પગમાં બે વીંટી હતી. વર્ષોથી કબૂતરોનો ઉપયોગ સંદેશા પહોંચાડવા માટે કરવામાં આવે છે. કબૂતરને જાસૂસી પક્ષી શા માટે કહેવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કબૂતર જાસૂસી પક્ષી છે
કબૂતર એક એવું પક્ષી છે, જેનો ઐતિહાસિક રૂપે જાસૂસી માટે ઉપયોગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય જાસૂસ સંગ્રહાલયના એક રિપોર્ટ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કબૂતરો પર નાના કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેમને દુશ્મનના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા હતા. પક્ષી દુશ્મન વિસ્તારમાં ઉડતું હતું ત્યારે નાના કેમેરાથી ક્લિક કરી લેતું હતું. કબૂતર તેની ગતિ અને હવામાન વિશે વિચાર્યા વિના બેઝમાં પરત ફરવાની ક્ષમતા ધરાવવાને કારણે દુશ્મન દેશમાં સંદેશ પહોંચાડવાના પ્રભારી હતા. સંગ્રહાલય અનુસાર આ દરમિયાન 95 ટકા કબૂતરોએ તેમની ડિલીવરી પૂરી કરી હતી. આ કારણોસર વર્ષ 1950 સુધી કબૂતરનો જાસૂસી માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: ઉંઘતા સમયે ગળું સૂકું થઈ જતું હોય તો રેડ એલર્ટ! હોય શકે છે આ ખતરનાક બિમારી
કબૂતરોએ 194 જવાનના જીવ બચાવ્યા
પ્રથમ વિશ્વયુદ્ધમાં ચેર અમી નામનું કબૂતર હતું. આ કબૂતરે છેલ્લે 14 ઓક્ટોબર 1918ના રોજ તેના છેલ્લા મિશનમાં કામ કર્યું હતું. આ કબૂતરે જર્મનો વિરુદ્ધના યુદ્ધમાં ફ્રાંસની બટાલિયનના 194 સૈનિકોને બચાવવામાં મદદ કરી હતી. દુશ્મનોની ગોળીબારીમાં ચેર અમીને પગ અને છાતીમાં ગોળી વાગી હતી, તેમ છતાં મચાન સુધી સંદેશ પહોંચાડ્યો હતો. અમીને મિશન દરમિયાન ગોળી વાગવાને કારણે 13 જૂન 1919 રોજ તેનું મૃત્યુ થયું હતું. કબૂતર ચેરીને મરણોપરાંત અન્ય પુરસ્કારની સાથે સાથે બહાદુર નાયકને મળતો સૌથી મોટો પુરસ્કાર ફ્રેંચ ક્રાઈક્સ ડી ગુએરે વિદ પામથી સમ્માનિત કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT