બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Why increased terrorist threat on Pakistan? 250 terror attacks in one year

આતંકવાદ / કેમ વધ્યો પાકિસ્તાન પર આતંકવાદી ખતરો? એક વર્ષમાં 250 આતંકી હુમલા

Published By: Kavan

Last Updated: 09:57 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર આવશે કે કેમ તે અંગે શુક્રવારે નિર્ણય લેવામાં આવી શકે છે. મની લોન્ડરીંગ અને ટેરર ફાઈનાન્સિંગ પર નજર રાખતી FATF ની બે દિવસીય બેઠક શરુ થઈ ગઈ છે.

  • પાકિસ્તાનની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાની કોશિષ
  • પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકવાદી  હુમલાઓમાં 51 ટકાનો વધારો
  • ઓગસ્ટ 2021 થી 2022 વચ્ચે પાકિસ્તાનમાં 250 આતંકી હુમલા, જેમાં 433 લોકો માર્યા ગયા અને 719 ઘાયલ થયા

 

પાકિસ્તાન FATF ની ગ્રે લીસ્ટમાંથી બહાર આવશે કે કેમ તે અંગે શુક્રવારે નિર્ણય લેવામાં આવી શકે છે. મની લોન્ડરીંગ અને  ટેરર ફાઈનાન્સિંગ પર નજર રાખતી FATF ની બે દિવસીય બેઠક શરુ થઈ  ગઈ છે. આ બેઠકમાં પાકિસ્તાન ઉપરાંત તુ્ર્કી, ઈરાન, ઉત્તર કોરીયા જેવા દેશોનું ભવિષ્ય પણ નક્કી થવાનું છે. આમાંથી ઘણા દેશો ગ્રે લિસ્ટમાં સામેલ છે. 

પાકિસ્તાન સતત તેને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાની કોશિષ કરી રહ્યું છે અને તે માટે સતત કોઈને કોઈ યુક્તિ કરે છે. પાકિસ્તાનને એક સંગઠને રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ પાકિસ્તાન પર આતંકવાદનો ખતરો વધી ગયો છે. એજન્સીના જણાવ્યા મુજબ એસ સ્થાનિક થીંક-ટેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં રેકોર્ડ 51  ટકાનો વધારો જોવા મળ્યો છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે
ઉલ્લેખનીય છે કે, વિશ્વની મહાસત્તાઓ રશિયા અને અમેરિકા અફઘાનિસ્તાન છોડવા સંમત થયું. ત્યારે તાલિબાને કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો. પાક ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસ સ્ટડીઝ એ અફઘાન સિચ્યુએશનના પરિણામો અને પાકિસ્તાનની પોલિસી રિસ્પોન્સ નામનો રિપોર્ટ રજૂ કર્યો છે કે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે કાબુલમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં 51 ટકાને વધારો થયો છે. PIPS રિપોર્ટ અનુસાર 15 ઓગસ્ટ 2021 થી 14 ઓગસ્ટ 2022 વચ્ચે પાકિસ્તાનમાં 250 આતંકી હુમલાઓમાં 433 લોકો માર્યા ગયા અને 719 ઘાયલ થયા.

લાઈસન્સ ધરાવતા હથિયારો રાખવા અંગે સલાહ
અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરમાં જ લોઅર ડીરમાં પોલીસે સ્થાનિક પ્રતિષ્ઠીત લોકોને તેમની સુરક્ષા અને સુરક્ષા માટે સર્જાતી પરિસ્થિતિને ધ્યાને રાખી પગલાં લેવાની સલાહ આપી છે. તેમજ બિનજરુરી ગતિવિધિઓ ધટાડવા અને લાયસન્સવાળા હથિયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.  10 ઓગસ્ટના રોજ સ્વાત પોલીસે એક નિવેદન આપ્યું  હતું કે તેઓ બાલાસુર અને કબાલના પહાડો તેમજ ખ્વાજખેલા તહસીલમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વિશ્લેષણાત્મક કાગળોનો હેતું અફધાનિસ્તાન શાંતિ અને સમાધાનમાં તેની ભૂમિકાને વિસ્તૃત કરવાનો છે.

પાકિસ્તાન માટે આકરી પરીક્ષા
થિંક-ટેકે કહ્યું, તાલિબાનની જીતનો આનંદ હવે આંચકામાં ફેરવાઈ રહ્યા છે કારણ કે તાલિબાનના અનિશ્રિત શાસન હેઠળ વિકસતી સુરક્ષા સુચવે છે કે પાકિસ્તાન વધુ એક મુશ્કેલ કસોટીનો સામનો કરવો જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં સ્થિતી વિદેશી આતંકવાદી જૂથો તાલિબાનની જીતને મધ્ય અને દક્ષિણ એશિયા અને વૈશ્રિક સ્તરે તેમના પ્રચાર માટે પ્રેરણા તરીકે લે છે.

સંકળાયેલા મુદ્દાઓ

FATF Meeting Pakistan PM Shehbaz Sharif pakistan Terrorism

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ