બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રુડોએ એકાએક કેમ ફ્લોરિડાની ફ્લાઇટ પકડી? કારણ જાણીને ચોંકી જશો

વિશ્વ / ટ્રુડોએ એકાએક કેમ ફ્લોરિડાની ફ્લાઇટ પકડી? કારણ જાણીને ચોંકી જશો

Last Updated: 11:22 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને "ગ્રેટ અગેઇન" બનાવવાની તેમની યોજનાના ભાગરૂપે કેનેડા અને મેક્સિકોમાંથી ડ્રગ્સની સપ્લાય અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો રોકવા માટે 25% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને "ગ્રેટ અગેઇન" બનાવવાની તેમની યોજનાના ભાગરૂપે કેનેડા અને મેક્સિકોમાંથી ડ્રગ્સની સપ્લાય અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો રોકવા માટે 25% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે. તેમની ચેતવણી બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો તેમને મળવા ફ્લોરિડા પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત ગુપ્ત રાખવામાં આવી છે.

અમેરિકામાં ફરી ટ્રમ્પની વાપસી થઇ ચુકી છે. અને તેમની સાથે અમેરિકાને ‘ગ્રેટ અગેન’ બનાવવાની તેમની યોજના છે. આ માટે તેઓ સત્તા હસ્તાંતરણ પહેલા જ તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમની યોજનામાં કેનેડા અને મેક્સિકોમાંથી ડ્રગ્સ અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પ્રવાસી રોકવાનો પણ સમાવેશ થાય છે, જેના પર ટ્રમ્પે 25% ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે 'તે જે કહે છે તે કરે છે' અને ઉતાવળે સીધા ટ્રમ્પને મળવા ગયા.

કેનેડાના વડા પ્રધાન તેમના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર સાથે અમેરિકાના ફ્લોરિડા પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગોલ્ફ ક્લબમાં ભાવિ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ સાથે ડિનર કર્યું અને મુદ્દાઓ પર ચર્ચા કરી. જો કે વાતચીત ગુપ્ત રાખવામાં આવી છે અને બંને વચ્ચેની સમજૂતીને સાર્વજનિક કરવામાં આવી નથી.

Donald-Trump

કેનેડા અને મેક્સિકો પર ટેક્સ લાદવાની ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોમાંથી તમામ આયાતી ઉત્પાદનો પર 25 ટકા ટેક્સ લાદવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પહેલો આદેશ હશે. આ પછી ટ્રુડો અમેરિકા પહોંચ્યા અને G-7 દેશોમાં તે પહેલા નેતા છે જે ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. ચેતવણી પછી તેમણે શનિવારે જ કહ્યું હતું કે તે ટેરિફ મુદ્દાને ઉકેલવા માટે ટ્રમ્પને મળશે.

justine--trudeau.jpg

જસ્ટિન ટ્રુડોએ અમેરિકા જતા પહેલા શું કહ્યું?

જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં કરિયાણાની કિંમતો ઘટાડવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેઓ તમામ ઉત્પાદનો પર 25% ટેક્સ લાદવાની વાત કરી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે 'ટ્રમ્પ જે કહે છે તે કરે છે.' ઉદાહરણ તરીકે તેઓ કહે છે, "એ સમજવું જરૂરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ નિવેદન આપે છે, તેઓ તેનો અમલ કરવાની યોજના ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી."

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ ભારતીય યુવાઓ માટે ગુડ ન્યૂઝ! આ દેશને એકસાથે 288000 ઈમિગ્રન્ટ્સની જરૂર, તૈયાર રહેજો

કેનેડા અને મેક્સિકો સાથે અમેરિકાની પરેશાની

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે નિવેદન આપ્યું હતું અને આ સરહદોથી ઘૂસણખોરીની વાત કરી હતી. ઉદાહરણ તરીકે યુએસ બોર્ડર પેટ્રોલિંગ ટીમે ઓક્ટોબર 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે મેક્સિકન બોર્ડરથી 56,530 લોકોની અને કેનેડાની બોર્ડરથી 23,721 લોકોની ધરપકડ કરી હતી, જેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ટ્રમ્પ આને રોકવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald Trump CANADA Justin Trudeau
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ