બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 PM, 29 November 2024
બર્ટેલ્સમેન સ્ટિફ્ટિંગના એક રિપોર્ટ મુજબ જર્મનીને દર વર્ષે 2.88 લાખ શ્રમિકોની જરૂર પડશે. જર્મનીમાં વધતી ઉંમરને કારણે શ્રમ શક્તિની અછત થઈ રહી છે. જેના લીધે જર્મનીને વિદેશી પ્રવાશી શ્રમિકો પર નિર્ભર રહેવું પડે છે. આ રિપોર્ટ મુજબ શ્રમ શક્તિને જાળવી રાખવા માટે જર્મનીને 2040 સુધીમાં દર વર્ષે સરેરાશ 2.88 લાખ કામદારોની જરૂર પડશે.જો મહિલાઓ અને વૃદ્ધ કામદારોમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં થાય તો જર્મનીને દર વર્ષે 3.68 લાખ અપ્રવાસિઓની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT
જર્મનીમાં વધતી શ્રમિકોની માંગ પાછળ અનેક કારણો છે, જેમાં સૌથી મોટું કારણ ત્યાં વૃદ્ધ લોકોની સંખ્યા વધુ છે અને તેમની નિવૃત્તિની ઉંમર પણ નજીક છે. આ સાથે જ બેબી બૂમર્સ જનરેશન (1946 થી 1964 સુધી જન્મેલા) વર્ક ફોર્સમાંથી બહાર નીકળી રહ્યા છે. જેના લીધે જર્મનીમાં વર્ક ફોર્સ ઝડપથી ઘટી રહ્યું છે. જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જર્મનીમાં આવતા વર્ષે ચૂંટણી યોજાશે જેથી ત્યાં ઇમિગ્રન્ટ વર્કરોનો મુદ્દો ગરમાયો છે. જેના લીધે વામપંથી પાર્ટીઓ સહિતના રાજકીય પક્ષો શરણાર્થીઓની વધતી સંખ્યાને સીમિત કરવાની માંગ કરી રહ્યા છે. તો જર્મનીમાં બેબી બૂમર્સની નિવૃત્તિને કારણે વર્ક ફોર્સની અછત થશે, જેના લીધે ઇમિગ્રન્ટ શ્રમિકોની માંગ વધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જર્મનીની આર્થિક સ્થિરતા અને વિકાસની સંભાવનાઓ વિદેશી શ્રમિકોને આકર્ષીત કરી શકે છે અને તેમને જર્મનીમાં રહેવામાં પણ મદદ કરી શકે છે. જર્મનીમાં કામદારોની વધતી માંગ વર્ષ 2000ની યાદ અપાવે છે, છેલ્લા દાયકામાં સીરિયા અને યુક્રેનના સંઘર્ષને કારણે જર્મનીમાં માઈગ્રેટ રેટ 6 લાખ સુધી પહોંચી ગયો હતો. પણ જર્મનીમાં વધતી અપ્રવાસિઓની સંખ્યાને સામાજિક અને રાજકીય વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.