બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ, સીઝફાયર ડીલને મળી મંજૂરી, હવે લેબનોનમાં અટકશે હુમલાઓ
Last Updated: 07:50 AM, 27 November 2024
લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ખતમ થઈ જશે. લેબનોનમાં ઇઝરાયલના હુમલા પણ બંધ થઈ જશે. લેબનોનમાં સીઝફાયર ડીલને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે લેબનોનમાં યુદ્ધ ખતમ કરવાનો માર્ગ મોકળો થયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઔપચારિક રીતે આની જાહેરાત કરી. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં લેબનોનમાં લગભગ 3,800 લોકોના મોત થયા છે, જ્યારે 16,000 લોકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
Prime Minister of Israel tweets, "Prime Minister Benjamin Netanyahu spoke this evening with US President Joe Biden and thanked him for the US involvement in achieving the ceasefire agreement in Lebanon and for the understanding that Israel maintains freedom of action in enforcing… pic.twitter.com/6wo3Dm3Lo7
— ANI (@ANI) November 26, 2024
દક્ષિણ લેબનોનમાંથી પાછા જશે ઇઝરાયલી સૈનિકો
ADVERTISEMENT
સીઝફાયર ડીલ હેઠળ, ઇઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાંથી પાછા જવું પડશે અને લેબનીઝ સેનાને આ વિસ્તારમાં તૈનાત કરાશે. આ સાથે હિઝબુલ્લાહ લિતાની નદીની દક્ષિણે સરહદ પર તેની સશસ્ત્ર હાજરી પણ ખતમ કરશે. લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા બૌ હબીબે કહ્યું કે જો ઇઝરાયલી સૈનિકોના પાછા જવા પર દક્ષિણ લેબેનોનમાં લેબનીઝ આર્મી ઓછામાં ઓછા 5,000 સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર છે. ઇઝરાયલના હુમલાથી નાશ પામેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણમાં અમેરિકા ભૂમિકા ભજવી શકે છે.
ઇઝરાયલના લોકોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, 'અમે મિડલ-ઇસ્ટની તસવીર બદલી રહ્યા છીએ. એક સારી ડીલ એ હોય છે કે જે અમલમાં મૂકી શકાય.' તેમણે કહ્યું, 'યુદ્ધવિરામનું એક પ્રાથમિક કારણ હમાસને અલગ પાડવું અને બંધકોની વાપસી સુરક્ષિત કરવાનું છે. અમે હિઝબુલ્લાહને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે, આ ત્રણ મહિના પહેલા કાલ્પનિક લાગતું હતું, પરંતુ અમે તે કરી બતાવ્યું.' નેતન્યાહુ હિઝબુલ્લાહના ટોચના નેતાઓને ખતમ કરવા માટે ઇઝરાયલની કાર્યવાહીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે સાંજે તેલ અવીવમાં તેમની યુદ્ધ કેબિનેટ બોલાવી હતી. જેમાં લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે 60 દિવસના યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
US President Joe Biden tweets, "Today, I have good news to report from the Middle East. I have spoken to the Prime Ministers of Lebanon and Israel. And I am pleased to announce that they have accepted the United States’ proposal to end the devastating conflict between Israel and… pic.twitter.com/F1gTFC2i2e
— ANI (@ANI) November 26, 2024
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ ડીલની જાહેરાત કરી. આ યુદ્ધવિરામ ડીલ માટે છેલ્લા ઘણા દિવસોથી વાટાઘાટો ચાલી રહી હતી. જેમાં ફ્રાન્સ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવને ટાંકીને ઇઝરાયલે લેબનોનમાં સુરક્ષાની સ્થિતિના ગેરેન્ટર તરીકે ફ્રાંસને હટાવવાનો આગ્રહ કર્યો હતો.
ADVERTISEMENT
મારી પાસે મિડલ-ઇસ્ટ માટે સારા સમાચાર છે: બાઇડન
યુદ્ધવિરામના નિર્ણય બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે આજે મારી પાસે મિડલ-ઇસ્ટ માટે સારા સમાચાર છે. મેં લેબનોન અને ઇઝરાયલના વડા પ્રધાનો સાથે વાત કરી છે અને મને આ જાહેર કરતાં આનંદ થઈ રહ્યો છે. તેમણે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના વિનાશક સંઘર્ષને ખતમ કરવાના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
ADVERTISEMENT
યુદ્ધવિરામ બાદ નેતન્યાહુએ કહી આ વાત
ઇઝરાયલના પીએમએ કહ્યું કે અમે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મિસાઈલ-નિર્માણ ક્ષમતાના મુખ્ય ભાગોને નષ્ટ કરી દીધા અને અમે તેમના પરમાણુ કાર્યક્રમના મહત્ત્વપૂર્ણ ઘટકોને પણ નષ્ટ કરી દીધા છે. તેમણે કહ્યું કે હું ઈરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવાથી રોકવા માટે કંઈ પણ કરવા માટે કટિબદ્ધ છું, આ ખતરો હંમેશા મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે અને આજે વધારે અધિક છે, જ્યારે તમે ઈરાનના નેતાઓને વારંવાર પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવાના પોતાના ઈરાદા વિશે કહેતા સાંભળો છો. મારા માટે, તે જોખમને દૂર કરવું એ ઇઝરાયલના અસ્તિત્વ અને ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ મિશન છે.
ADVERTISEMENT
#WATCH | Prime Minister Benjamin Netanyahu says, "The length of the ceasefire depends on what happens in Lebanon. We will enforce the agreement and respond forcefully to any violation. We will continue united until victory."
— ANI (@ANI) November 26, 2024
Source: Prime Minister of Israel 'X' handle pic.twitter.com/VRJeCpqHHi
'કોઈપણ અમારી પહોંચની બહાર નથી'
નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં અમે હમાસની બટાલિયનનો નાશ કર્યો અને લગભગ 20,000 આતંકવાદીઓને મારી નાખ્યા. અમે સિનવારને મારી નાખ્યા, અમે ડેફને મારી નાખ્યા, અમે હમાસના વરિષ્ઠ અધિકારીઓને મારી નાખ્યા અને અમારા 154 બંધકોને પાછા લાવ્યા. ગાઝામાં હજુ પણ 101 બંધકો છે, જેઓ હજુ પણ જીવિત છે અને સાથે જ મૃત પણ છે. અમે ચોક્કસપણે હમાસના સંપૂર્ણ વિનાશ માટે પ્રતિબદ્ધ છીએ. અમે યહૂદીયા અને સમરિયામાં અમે આતંકવાદીઓને મારી રહ્યા છીએ, કોઈ જગ્યા અમારી પહોંચની બહાર નથી.

હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરશે તો અમે ફરીથી હુમલો કરીશું
તેમણે કહ્યું કે યુદ્ધવિરામની અવધિ એ વાત પર નિર્ભર કરે છે કે લેબનોનમાં શું થાય છે. જો હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરે છે અને પોતાને હથિયારબંધ કરવાનો પ્રયાસ કરે છે, તો અમે હુમલો કરીશું, જો તે સીમાની નજીક આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરશે, તો અમે હુમલો કરીશું. જો તે રોકેટ લોન્ચ કરશે, જો તે ટનલ ખોદશે, જો તે રોકેટ લઈ જવાવાળી ટ્રકો લાવશે, તો અમે હુમલો કરીશું.
આ પણ વાંચો: ટ્રમ્પની જીતે મસ્કની કિસ્મત ચમકાવી દીધી, થયો રૂપિયાનો વરસાદ, રોજના 303507720000 છાપ્યાં
યુદ્ધવિરામ પહેલા ઇઝરાયલે કર્યો મોટો હુમલો
જણાવી દઈએ કે આ યુદ્ધવિરામ પહેલા મંગળવારે ઇઝરાયલે લેબનોનમાં પોતાનું સૈન્ય અભિયાન ચાલુ રાખ્યું અને બેરૂતના ગીચ વસ્તીવાળા દક્ષિણી ઉપનગરોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું કે લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શહેરમાં માત્ર 120 સેકન્ડમાં 20 ઠેકાણાઓ હુમલો કરવામાં આવ્યો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને 37 ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.