બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પની જીતે મસ્કની કિસ્મત ચમકાવી દીધી, થયો રૂપિયાનો વરસાદ, રોજના 303507720000 છાપ્યાં

વિશ્વ / ટ્રમ્પની જીતે મસ્કની કિસ્મત ચમકાવી દીધી, થયો રૂપિયાનો વરસાદ, રોજના 303507720000 છાપ્યાં

Last Updated: 03:38 PM, 26 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ હતી. ટ્રમ્પની આ જીતે મસક્ની જાણે કિસ્મત ચમકાવી દીધી હોય તેમ સંપત્તિમાં વધારો થયો છે.

Elon Musk Networth: વિશ્વના અબજોપતિની યાદીમાં એલન મસ્ક પ્રથમ સ્થાને યથાવત છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મસ્કની કુલ સંપત્તિ વધીને 348 અબજ ડૉલર થઈ ગઈ છે. તેમના પછી બીજા ક્રમે જેફ બેઝોસ છે જેની સંપત્તિ 219 અબજ ડોલર છે. એટલે કે જેફ બેઝોસ કરતાં એલોન મસ્કની પાસે 129 અબજ ડૉલર વધુ સંપત્તિ છે. વર્તમાન વર્ષમાં મસ્કની સંપત્તિમાં 119 અબજ ડોલરનો વધારો થયો છે અને તે વધીને 348 અબજ ડોલર થઈ ગઈ છે. ત્રીજા સ્થાને લેરી એલિસન છે જેની પાસે 206 અબજ ડોલરની સંપત્તિ છે.

મસ્કને ટ્રમ્પની જીતથી મોટો ફાયદો!

અમેરિકની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ એલોન મસ્કને સૌથી વધુ ફાયદો થયો છે. ટ્રમ્પની જીતને લગભગ એક મહિનો થવા આવ્યો છે. 22 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં મસ્કની સંપત્તિ 108 અબજ ડૉલરનો વધારો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમની સંપત્તિમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્કે ચૂંટણી દરમિયાન ટ્રમ્પના પ્રચાર પર 100 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

વધુ વાંચો : સ્પેન બાદ હવે ઈંગ્લેન્ડમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો, અનેક વિસ્તા

રોજની 3.6 અબજ ડોલરની કમાણી

5મી નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ 22મી નવેમ્બર સુધીમાં મસ્કની સંપત્તિમાં 84 અબજ ડોલરનો વધારો થયો છે. જો આ રીતે જોઈએ તો આ 18 દિવસમાં તેમની સંપત્તિમાં સાડા ચાર અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. પરંતુ જો છેલ્લા એક મહિના પર નજર કરીએ તો તેમની સંપત્તિમાં 108 અબજ ડોલરનો વધારો થયો છે. આનો સીધો અર્થ એ થયો કે તેણે છેલ્લા એક મહિનામાં મસ્ક રોજના 3.6 અબજ ડોલર (303507720000)ની કમાણી કરી છે.

છેલ્લા છ મહિનામાં નેટવર્થ બમણી!

એલોન મસ્કની નેટવર્થ છ મહિના પહેલા,200 અબજ ડૉલરથી પણ ઓછી હતી. જોકે હવે તે વધીને 348 અબજ ડૉલરના આંકડા પર પહોંચી ગઈ છે. આ રીતે છેલ્લા છ મહિનામાં તેમની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. નોંધનીય છે કે, એલોન મસ્કે છેલ્લા ચાર વર્ષમાં ઝડપથી કમાણી કરી છે. વર્ષ 2020માં 25 અબજ ડોલરની સંપત્તિના માલિક મસ્કની સંપત્તિ માત્ર ચાર વર્ષમાં 14 ગણી વધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tesla Share Price Elon musk Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ