બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Politics / Why did PM Modi blow the election bugle from Meerut? Here is the main reason

લોકસભા ચૂંટણી 2024 / PM મોદીએ કેમ મેરઠથી ફૂક્યું ચૂંટણી બ્યુગલ? આ રહ્યું મુખ્ય કારણ, સમજો જાતીય સમીકરણ

Priyakant

Last Updated: 08:12 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: PM મોદી માટે મેરઠ રહ્યું છે લકી, 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે 2014 અને 2019ના ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી જ કરી હતી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠની ધરતી પરથી લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે. PM મોદીએ અહીં મેગા રેલી યોજી હતી. PM મોદી માટે 80 લોકસભા સીટો સાથે ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેમણે આગામી ચૂંટણીમાં NDA ગઠબંધન માટે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે તેમનું ધ્યાન UP પર છે. કારણ કે આ રાજ્યમાંથી જેટલી વધુ બેઠકો આવશે તેટલું લક્ષ્ય હાંસલ કરવું સરળ બનશે. આ સિવાય PM મોદી માટે મેરઠ પણ લકી રહ્યું છે. કારણ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે 2014 અને 2019ના ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી જ કરી હતી. મેરઠમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 48 ટકા વોટ મળ્યા છે. આ બંને ચૂંટણીમાં ભાજપે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.

મેરઠની રેલીમાં ભાજપના સહયોગી દળોએ પણ ભાગ લીધો હતો. ઓમપ્રકાશ રાજભર અને RLD ચીફ જયંત ચૌધરી પણ મંચ પર હતા. આ દરમિયાન PM મોદીએ બંને નેતાઓ સાથે થોડી ચર્ચા પણ કરી હતી. રેલીને સંબોધતાPM મોદીએ કહ્યું કે, મારો આ ધરતી સાથે એક અલગ જ સંબંધ છે. 2014 અને 2019માં મેં મારા ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી. હવે 2024ની ચૂંટણીની પહેલી રેલી મેરઠમાં થઈ રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, મેરઠની ધરતી ક્રાંતિ અને ક્રાંતિકારીઓની ભૂમિ છે. આ ભૂમિએ દેશને ચૌધરી ચરણસિંહ જેવા મહાન પુત્રો આપ્યા છે. 

ભાજપે મેરઠથી અરુણ ગોવિલને ઉતાર્યા છે મેદાને
આ વખતે ભાજપે મેરઠથી અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલની મદદથી ભાજપ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. 66 વર્ષની ઉંમરે અરુણ ગોવિલ પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે. પ્રખ્યાત સીરિયલ રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ એક જાણીતો ચહેરો છે. ભાજપે મેરઠ સીટ પરથી અરુણ ગોવિલને ટિકિટ આપીને હિન્દુત્વનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે. 

ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન 
ચૂંટણી પહેલા ભાજપે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. ચરણસિંહને ખેડૂતો અને ગામડાના ગરીબોના મસીહા કહેવાતા. ભાજપે તેમને ભારત રત્ન આપીને ખેડૂત અને જાટ મતોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ભાજપની આ જાહેરાત બાદ જ ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરીએ પણ સમાજવાદી પાર્ટી સાથેના પોતાના જૂના સંબંધો તોડી નાખ્યા અને સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની છાવણીમાં જોડાઈ ગયા. તમને જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં જાટ બહુલ પશ્ચિમી UPમાં ભાજપે 26માંથી 19 બેઠકો જીતી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને 7 બેઠકો મળી હતી. આ વખતે ભાજપ ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો જીતવાની રણનીતિ પર કામ કરી રહી છે.

આવો જાણીએ શું છે મેરઠનું જાતિ સમીકરણ ? 
મેરઠનો બુલિયન બિઝનેસ એશિયાનું નંબર 1 ટ્રેડિંગ માર્કેટ છે. 2011ના ડેટા અનુસાર મેરઠની વસ્તી લગભગ 35 લાખ છે, જેમાંથી 65 ટકા હિંદુ અને 36 ટકા મુસ્લિમ છે. મેરઠમાં કુલ મતદારોની સંખ્યા 1964388 છે, જેમાંથી 55.09 ટકા પુરૂષ અને 44.91 ટકા મહિલા મતદારો છે. 2014માં અહીં મતદાનની ટકાવારી 63.12 ટકા હતી. હાપુડનો કેટલોક વિસ્તાર મેરઠ લોકસભા સાથે પણ જોડાયેલ છે. અહીં કુલ 5 વિધાનસભા મતવિસ્તાર છે. તેમાં કિથોર, મેરઠ કેન્ટ, મેરઠ સિટી, મેરઠ દક્ષિણ અને હાપુડની બેઠકોનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની કેન્દ્ર અને ક્રાંતિકારી ભૂમિ ગણાતી મેરઠ લોકસભા બેઠક રાજકીય સંદેશાની દૃષ્ટિએ મહત્ત્વની બેઠક માનવામાં આવે છે.

છેલ્લી 2 ચૂંટણીમાં મેરઠમાંથી કોણ જીત્યું?
2019ની લોકસભા ચૂંટણીમાં મેરઠ સીટ પરથી BJPના રાજેન્દ્ર અગ્રવાલ જીત્યા હતા તેમને 5,86,184 વોટ મળ્યા હતા. જ્યારે BSPના હાજી યાકુબ કુરેશી 5,81,455 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મતો સાથે ત્રીજા ક્રમે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ધૂમ મચાવી હતી. તેની શરૂઆત મેરઠથી જ થઈ હતી. મેરઠમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 48% વોટ મળ્યા છે. મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલે સ્થાનિક નેતા મોહમ્મદ શાહિદ અખલાકને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નગમા આ સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો: ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગ સહિત આજથી બદલાઈ ગયા આ 6 નિયમો, તમારા ખિસ્સા પર પડશે આવી અસર

જાણો મેરઠમાં ક્યારે છે ચૂંટણી ? 
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે એટલે કે પરિણામ આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે, બીજા તબક્કાનું 26મીએ, ત્રીજા તબક્કાનું 7મી મેના રોજ, ચોથા તબક્કાનું 13મી મેના રોજ, પાંચમા તબક્કાનું 20મીએ, છઠ્ઠા તબક્કાનું 25મી મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન યોજાશે. એટલે કે 1લી જૂને છેલ્લો તબક્કો. મેરઠમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ