ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : અતુલ સુભાષ મોતની વચ્ચે અમદાવાદમાં સાબરમતીમાં પડનાર આયશાનો વીડિયો વાયરલ

કંપાવનારો બનાવ / VIDEO : અતુલ સુભાષ મોતની વચ્ચે અમદાવાદમાં સાબરમતીમાં પડનાર આયશાનો વીડિયો વાયરલ

Last Updated: 07:16 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષના મોતની વચ્ચે અમદાવાદમાં સાબરમતીમાં પડીને જીવ આપનાર આયશાનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

અતુલ સુભાષ આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ બાબતને લઈને ઘણા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. અતુલના મોતની વચ્ચે અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરનાર આયેશાની યાદી આવી ગઈ છે. અતુલ અને આયેશા મોત કેસમાં સામ્યતા એ છે કે બન્નેએ મોત પહેલા વીડિયો બનાવીને યાતના વર્ણવી હતી.

2021ના કેસની યાદ તાજી થઈ

25 ફેબ્રુઆરી 2021ના રોજ આયેશાએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવીને તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વર્ષ 2021માં બનેલા આયેશા સુસાઈડ કેસને પણ યાદ કરી રહ્યા છે. આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવીને તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આયેશા મૂળ રાજસ્થાનની હતી અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી હતી. નદીમાં કૂદતા પહેલા તેણીએ કહ્યું હતું કે, 'હું પ્રાર્થના કરું છું કે આ સુંદર નદી તેના વહેણ સાથે મને ભેટી પડે. આયેશાના મૃત્યુ બાદ ખબર પડી કે આ દહેજ ઉત્પીડનનો મામલો છે. આયેશાના લગ્ન રાજસ્થાનના આરિફ સાથે 2018માં થયા હતા, પરંતુ લગ્ન બાદથી તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો.

અતુલ સુભાષે કેમ કરી આત્મહત્યા?

મૂળ યુપીના જોનપુરના રહેવાશી એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની લાશ બેંગ્લુરુના મંજૂનાથ લેઆઉટમાં તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમણે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને દોઢ કલાકનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો તેમાં પત્ની, સાસુ, સાળા પર ભારે માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂક્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ayeshas death Atul Subhash update Atul Subhash news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ