ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઓછા ખર્ચે આખો મહિનો અનલિમિટેડ કોલિંગ- Airtelના ₹185, ₹203 અને ₹206ના પ્લાન શોધવા અહીં ક્લિક કરો

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ઓછા ખર્ચે આખો મહિનો અનલિમિટેડ કોલિંગ- Airtelના ₹185, ₹203 અને ₹206ના પ્લાન શોધવા અહીં ક્લિક કરો

Last Updated: 12:31 AM, 30 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એરટેલના 185,203 અને 206 રૂપિયાના સસ્તા કોલિંગ પ્લાન કેટલીક એપમાં ન દેખાતા હોવાથી ગ્રાહકો મૂંઝવણમાં છે. જેમાં ટ્રાઈના નિર્દેશ અનુસાર આ પ્લાન વેબસાઇટ પરથી સરળતાથી રિચાર્જ કરી શકાય છે.

1/5

photoStories-logo

1. પ્લાન દેખાતા નથી?

એરટેલના કેટલાક ગ્રાહકોને સસ્તા કોલિંગ પ્લાન શોધવામાં મુશ્કેલી થઈ રહી છે. કંપનીએ ટ્રાઈના નિર્દેશો અનુસાર ડેટા વગરના માત્ર કોલિંગ અને એસએમએસવાળા પ્લાન લોન્ચ કર્યા છે, પણ ઘણા લોકોને એરટેલ થેન્ક્સ એપ, ગૂગલ પે કે ફોનપે પર આ પ્લાન દેખાતા નથી. એટલે કેટલાક ગ્રાહકો જાણ્યા વગર મોંઘા પ્લાન રિચાર્જ કરી રહ્યા હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ત્રણ પ્લાન

આ ત્રણ પ્લાન ખાસ કરીને તે લોકો માટે છે જેમને મોબાઈલ ડેટાની જરૂર નથી, માત્ર કોલિંગ અને મેસેજની જરૂર છે. જેમાં 185 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ. 203 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ, 206 રૂપિયાના પ્લાનમાં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ. આ ત્રણેયમાં હેલો ટ્યૂન્સનો લાભ મળે છે, પણ મોબાઈલ ઇન્ટરનેટ ડેટા સામેલ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ટ્રાઈનો આદેશ

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને સસ્તા વૉઇસ અને એસએમએસ પ્લાન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. 1 ઑક્ટોબર 2026થી વેબસાઇટ અને એપના પ્રીપેડ રિચાર્જ સેક્શનમાં TRAI-Mandated Packs નામનું અલગ અને સ્પષ્ટ ટેબ બતાવવાનું કહેવામાં આવ્યું હતું, જેથી ગ્રાહકો સરળતાથી આ વિકલ્પ પસંદ કરી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વેબસાઇટ

જો એપમાં આ પ્લાન ન દેખાતા હોય તો એરટેલની વેબસાઇટ પરથી રિચાર્જ કરી શકાય છે. વેબસાઇટ ખોલીને પ્રીપેડ રિચાર્જમાં મોબાઈલ નંબર દાખલ કરો, “TRAI-Mandated Packs” કેટેગરી પસંદ કરો, પછી 185,203,206 રૂપિયાનો પ્લાન પસંદ કરીને યુપીઆઈ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરો. રિચાર્જ પહેલાં વેલિડિટી અને સુવિધાઓ ચકાસી લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કીપેડ ફોન

આ પ્લાન ખાસ કરીને કીપેડ ફોન વાપરનારા, ઘર કે ઓફિસના વાઈ-ફાઈ પર નિર્ભર રહેનારા અથવા બીજા સિમને માત્ર કોલિંગ માટે રાખનારા ગ્રાહકો માટે ફાયદાકારક છે. જેમને રોજ મોબાઈલ ઇન્ટરનેટની જરૂર હોય તેમને ડેટાવાળો પ્લાન જ વધુ યોગ્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Recharge Plans Airtel Airtel Cheap Recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ