બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Pilot Food Rule: પ્લેનના બંને પાઇલટ એક જેવું ભોજન કેમ નથી ખાતા? જાણો સેફ્ટી સાથે જોડાયેલું મોટું કારણ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:38 PM, 7 August 2026
1/5
કોઈપણ વિમાનમાં જ્યારે કેપ્ટન (પાયલટ) અને ફર્સ્ટ ઓફિસર (કો-પાયલટ) ઉડાન ભરે છે, ત્યારે તેમને એક જ પ્રકારનું ભોજન ખાવાની પરવાનગી હોતી નથી. ફ્લાઇંગ સ્ટાફ માટે અલગ-અલગ ભોજન લેવું એ કોઈ વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ એક કડક પ્રોટોકોલ છે જેનું તમામ એરલાઇન્સે ફરજિયાત પાલન કરવું પડે છે.
2/5
નેવાડા યુનિવર્સિટીના પ્રોફેસર અને પૂર્વ કોમર્શિયલ પાયલટ ડેન બબના જણાવ્યા અનુસાર, બંને પાયલટને અલગ-અલગ ભોજન આપવાનું મુખ્ય કારણ ફૂડ પોઇઝનિંગ છે. જો કોઈ ભોજન ખરાબ હોય અને તેના કારણે એક પાયલટની તબિયત બગડે, તો પણ બીજો પાયલટ સંપૂર્ણપણે સ્વસ્થ રહે અને પ્લેનનું સક્ષમતાથી કંટ્રોલ કરીને સુરક્ષિત લેન્ડિંગ કરાવી શકે. ફ્લાઇટમાં કયા પાયલટને કયું ભોજન મળશે અને તેઓ ક્યારે ખાશે તેનો આખરી નિર્ણય કેપ્ટનનો હોય છે, કારણ કે સમગ્ર વિમાન અને મુસાફરોની સુરક્ષાની જવાબદારી કેપ્ટનની જ હોય છે.
3/5
ઓગસ્ટ 1982 માં લિસ્બનથી બોસ્ટન જઈ રહેલા એક વિમાનમાં આ પ્રોટોકોલનું મહત્વ સાબિત કરતી ગંભીર ઘટના બની હતી. પ્લેનમાં હાજર 10 માંથી 8 ક્રૂ મેમ્બર્સે ખરાબ ટેપિઓકા પુડિંગ (Tapioca Pudding) ખાધી હતી, જેના કારણે તેમને પેટમાં સખત દુખાવો અને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. સદનસીબે, કો-પાયલટે તે પુડિંગ નહોતી ખાધી, જેથી તેમની તબિયત સારી રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. તે સમયે વિમાનના 250 મુસાફરો પણ બચી ગયા હતા કારણ કે ક્રૂ માટેનું ભોજન મુસાફરોના ભોજનથી અલગ હતું. આ ઘટના બાદ તમામ એરલાઇન્સે આ નિયમને વધુ કડક બનાવ્યો હતો.
4/5
ઉડાન 45 મિનિટની હોય કે 12 કલાકની, ભોજન અંગેનો મૂળભૂત નિયમ એક સરખો જ રહે છે. ટૂંકી ઉડાનમાં જો ભોજન ન મળે અને પાયલટો પોતાનું ઘરનું ભોજન લાવ્યા હોય, તો પણ તેઓ એક જ પ્રકારનું સંભવિત ખરાબ ભોજન ન ખાય તેની કાળજી રાખવામાં આવે છે. પોતાની ડ્યુટી પૂરી થયા બાદ પાયલટો પોતાની પસંદગીનું ભોજન મુક્તપણે ખાવા માટે સ્વતંત્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ