જેમણે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી સાથે પોતાની મેચ રમી છે તેવા ભારતીય ફિલ્મ જગતનાં આ અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆત ક્રિકેટ ખેલાડી તરીકે કરી હતી પરંતુ આજે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ સ્કીલ્સથી લોકોનું દિલ જીતે છે.
ફિલ્મ જગતનાં આ અભિનેતાનો ક્રિકેટ ફર્સ્ટ લવ
અનેક ટીમો માટે રમી ચૂક્યાં છે ક્રિકેટ
ઢિશૂમ, 83 જેવી ફિલ્મોમાં ભજવ્યું છે મહત્વનું પાત્ર
ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રી અને ખેલજગત હંમેશા કનેક્શનમાં રહ્યું છે.અલગ-અલગ સેલિબ્રિટિઝ એકબીજાને મળતાં રહેતાં હોય છે. સિનેમાની સ્ક્રીન પર પણ સ્પોર્ટસની ફિલ્મો જેવી કે 83, મેરીકોમ અને ભાગ મિલ્કા ભાદ જેવી બાયોપિક પણ આવી ગઈ છે. આજે આપણે જે એક સેલિબ્રિટી વિશે વાત કરવાનાં છીએ તેમણે ફિલ્મોમાં તો કામ કર્યું જ છે સાથે જ તેઓ રિયલ લાઈફમાં પણ એક ક્રિકેટર રહ્યાં છે.
સાકિબ કુરેશી
અભિનેતા સાકિબ કુરેશી વિરાટ કોહલી સાથે ક્રિકેટ રમ્યાં છે સાથે જ તેમણે ઢિશૂમ અને 83 સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું પાત્ર સુંદરતાથી ભજવ્યું છે. સાકિબ સલીમ કુરેશી એટલા ફેમસ નથી જેટલા અન્ય બોલિવૂડ અભિનેતાઓ છે પણ તેમનાં કરિયરની કહાની ઘણી રસપ્રદ છે.
સાકિબનાં કરિયરની યાત્રા
સાકિબ દેશની રાજધાની દિલ્હીનાં નિવાસી છે. બિઝનેસમાં પોતાનો કરિયર બનાવવાનાં નિર્ણયથી પહેલાં તેમણે ક્રિકેટ ખેલાડીનાં રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી જેમાં તેમણે દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.સાકિબ એક રેસ્ટોરેન્ટ માલિક સલીમ કુરેશીનો પુત્ર છે. જે દિલ્લીમાં સલીમ નામક 10 ભોજનાલયોની સીરીઝનાં માલિક છે.સાકિબે કોલેજ સમયમાં રેસ્ટોરેન્ટ શરૂ કરવામાં પિતાને મદદ કરી હતી પરંતુ તેમાં ખાસ મજા ન આવતાં તે સમયે પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને મુંબઈની યાત્રા કરી. સાકિબે મોડલિંગ શરૂ કરી દીધી.
મોડેલિંગ કરતાં-કરતાં મળી ગઈ ફિલ્મ
સાકિબે પોતાનું આખું જીવન ક્રિકેટ રમવામાં વ્યતિત કર્યું હતું. અભિનય કરવા વિશે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ મુંબઈ પહોંચ્યાં બાદ સાકિબે બ્રાંડ્સ માટે ટેલીવિઝન એડ્સમાં પણ મોડેલિંગ શરૂ કરી દીધું. 2011ની ફિલ્મ મુજસે ફ્રેંડશિપ કરોગે, કુરેશીની પહેલી ફિલ્મ હતી.
ક્રિકેટ જગત સાથે પણ સંકળાયેલા છે સાકિબ
ફિલ્મમાં તેમના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી અને બાદમાં તેમને બેસ્ટ ડેબ્યૂ હીરોની કેટેગરીમાં ફિલ્મફેર પુરસ્કાર માટે નોમિનેટ પણ કરવામાં આવ્યું. કુરેશીની પાસે અનેક સ્પોંસરશિપ એગ્રિમેન્ટ છે. તેઓ ચેરિટીમાં પણ એક્ટિવ છે અને ફિલ્મો સિવાય તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી પણ છે. સિલિબ્રિટી ક્રિકેટ લીગમાં તેઓ મુંબઈ હિરોઝ માટે રમે પણ છે.
વિરાટ કોહલી સાથે પણ રમી છે મેચ
સાકિબે કહ્યું કે ઢિશૂમ ફિલ્મમાં એક ક્રિકેટ ખેલાડીનું પાત્ર ભજવતાં સમયે તેમણે દિલ્હીમાં દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી સાથે પણ મેચ રમી છે. ઢિશૂમ સિવાય સાકિબ રણવીર સિંહની 83માં ઉપ-કેપ્ટન મોહિંદર અમરનાથના પાત્રમાં જોવા મળ્યાં હતાં.