બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Who advised India on Russia-Ukraine war? United Nations Secretary General visits India

UN મહાસચિવ ભારતની મુલાકાતે / રશિયા-યુક્રેન યુધ્ધ પર કોણે આપી ભારતને સલાહ ? સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ભારતની મુલાકાતે

Published By: Kavan

Last Updated: 04:03 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્ર પરિષદના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ બે દિવસીય ભારતના પ્રવાસે છે. બુધવારે એન્ટોનિયોએ IIT મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.

  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ભારતના પ્રવાસે
  • વિવિધતા એક સમૃદ્ધિ છે, જે તમારા દેશને મજબૂત બનાવે છે
  • 26/11 નાં આતંકી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી

    સંયુક્ત રાષ્ટ્ર પરિષદના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ બે દિવસીય ભારતના પ્રવાસે છે. બુધવારે એન્ટોનિયોએ IIT મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આઈઆઈટી મુંબઈમાં પોતાના સંબોધન દરમિયાન એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વૈશ્વિક સ્તર પર ભારતની ભૂમિકા ત્યારે જ મજબૂત અને વિશ્વસનીય હશે   જ્યારે તે દેશની અંદર માનવાધિકાર અને સમાવેશી સમાજની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હશે.

    વધુમાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિવિધતા એક સમૃદ્ધિ છે. જે તમારા દેશને મજબૂત બનાવે છે. મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને તમામ લોકો ખાસ કરીને વંચિત વર્ગોના અધિકારો અને ગૌરવ જાળવણીને આ સમજણને દરરોજ મજબૂત બનાવવી જોઈએ. વિવિધ સંસ્કૃતીઓ, ધર્મો અને જાતિઓનો યોગદાનને માન્યતા આપીને અને નફરતભર્યા ભાષણોને નિરુત્સાહિત કરીને સમાજને સર્વસમાવેશક બનાવવા માટ નક્કર પગલા લેવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતુ.

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે વધમાં જણાવ્યું હતું કે તેઓ તમામ ભારતીયોને જાગૃત રહેવા અને ભારતીય સમાવિષ્ટ બહુલતા, વિવિધતા અને સમાજમાં ફાળો આપવા વિનંતી કરે છે. માનવાધિકાર પંચના સભ્ય તરીકે વૈશ્વિક માનવાધિકારોને આકાર આપવાની અને લધુતીઓ સહિત તમામ લોકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી ભારતની છે.

    13 ઓક્ટોમ્બરના રોજ ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના સભ્ય તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યું હતું. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતો દ્વારા તાજેતરમાં ભારતીય એજન્સીઓને નિશાના પર માનવાધિકાર કાર્યકરો, પત્રકારો અને વિધાર્થી નેતાઓ અંગે ભારતની ટીકા કરવામાં આવી હતી.

    રશિયા-યુક્રેન યુધ્ધ પર ભારતે શાંતિના તરફેણમાં રહેવું જોઈએ

    રશિયા-યુક્રેન યુધ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું છે કે વૈશ્વિક સંકટનો ઉકેલ શોઘવા માટે ભારતે શાંતિની તરફેણમાં રહેવાનું ચાલુ રાખવું જોઈએ. એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે તેઓ ભારતને એસડીજી અને પેરિસ સમજૂતી સાથે તેના વિકાસ અમો વિદેશ નીતીઓને આગળ વધારવા વિનંતી કરે છે. 

    26/11 નાં આતંકી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પોતાના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. તેમણએ આઈઆઈટી મુંબઈને કાર્યક્રમ પહેલા 26/11 ના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તાજ હોટલની પણ મુલાકાત લીધી હતી. ત્યાં એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈ દુનિયાના દરેક દેશની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
     

સંકળાયેલા મુદ્દાઓ

Antonio Guterres Mumbai Russia Russia-Ukraine war unesco UNESCO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ