બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ભૂલથી પણ આ ફળો અને શાકભાજીને ના રાખતા એકસાથે નહીંતર થશે મોટું નુકસાન

તમારા કામનું / ભૂલથી પણ આ ફળો અને શાકભાજીને ના રાખતા એકસાથે નહીંતર થશે મોટું નુકસાન

Jinal Chauhan

Last Updated: 11:34 AM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ઘરોમાં ફળ અને શાકભાજી એક સાથે રાખી દેવામાં આવે છે. પરંતુ કેટલાક ફળ અને શાકભાજીને સાથે રાખવાથી તે બગડી શકે છે. ચાલો જાણીએ કે કયા ફળ અને શાકભાજીને એક સાથે રાખવા જોઈએ નહીં.

ઘણા લોકો બજારમાંથી ફળ અને શાકભાજી એક સાથે વધારે ખરીદી લે છે અને ઘણા દિવસો સુધી ફ્રિજમાં રાખે છે. પરંતુ આવું કરવાથી થોડા જ દિવસોમાં તે ખરાબ થવા લાગે છે. કારણ કે કેટલીક ફળ અને શાકભાજી એવી હોય છે જેને સાથે રાખવાથી તે ઝડપથી બગડી જાય છે. ઘણા લોકો અજાણતા બધું એક જ જગ્યાએ સ્ટોર કરી દે છે જેના કારણે તેની તાજગી વહેલી ખતમ થઈ જાય છે.

કેટલાક ફળ અને શાકભાજીમાંથી એથિલીન ગેસ બહાર પડે છે જે પાકવાની પ્રક્રિયા ઝડપથી વધારી દે છે. કેટલીક વસ્તુઓ આ ગેસ માટે વધુ સંવેદનશીલ હોય છે એટલે તેને સાથે રાખવાથી તે વહેલી ખરાબ થઈ શકે છે. ઉપરાંત અલગ-અલગ ફળ અને શાકભાજીમાં ભેજનું પ્રમાણ અને પાકવાની ગતિ પણ જુદી હોય છે જેનાથી તે વધુ ઝડપથી બગડી શકે છે.

બટાકા અને ડુંગળી

ઘણા ઘરોમાં બટાકા અને ડુંગળી એક જ ટોપલીમાં રાખી દેવામાં આવે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી. ડુંગળીમાંથી નીકળતી ગેસ બટાકાને ઝડપથી અંકુરિત કરી શકે છે અને તેને વહેલા ખરાબ કરી શકે છે. જ્યારે બટાકામાં રહેલા ભેજના કારણે ડુંગળી પણ સડી શકે છે. તેથી બટાકા અને ડુંગળીને ઠંડી, સુકી અને હવા આવતી જગ્યાએ અલગ-અલગ રાખવું વધુ સારું છે.

ruit and vegetable storage (2)

ટામેટા અને કાકડી

ટામેટા અને કાકડીને પણ સાથે રાખવાથી બચવું જોઈએ. ટામેટામાંથી એથિલીન ગેસ બહાર કાઢે છે જેના કારણે કાકડી ખરાબ થઈ શકે છે. ટામેટાને રૂમના તાપમાન પર રાખવું વધુ સારું છ જ્યારે કાકડીને ફ્રિજમાં પેપર ટાવલમાં લપેટીને રાખવાથી તેની તાજગી લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

સફરજન અને ગાજર

સફરજન અને ગાજરને પણ સાથે સ્ટોર કરવું યોગ્ય માનવામાં આવતું નથી. સફરજનમાંથી નીકળતો ગેસ ગાજરને ઝડપથી ખરાબ કરી શકે છે અને તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે. બંનેને ફ્રિજમાં રાખી શકાય છે પરંતુ તેમને અલગ-અલગ ડબ્બા અથવા ડ્રોવરમાં રાખવું વધુ સારું છે.

ruit and vegetable storage (1)

કેળા-આદુ અને સ્ટ્રોબેરી-બ્લૂબેરી

કેળા અને આદુને પણ સાથે રાખવાથી બચવું જોઈએ. કેળામાંથી વધારે પ્રમાણમાં એથિલીન ગેસ બહાર પડે છે, જેના કારણે આડુ ઝડપથી પાકી જઈને ખરાબ થઈ શકે છે. તેવી જ રીતે સ્ટ્રોબેરી અને બ્લૂબેરીને પણ અલગ રાખવી સારી.

vtv app promotion

આ પણ વાંચોઃ ક્યા વૃક્ષની પૂજા કરવા પર ક્યા દેવતાના મળે છે આશીર્વાદ ? જાણો આધ્યાત્મિક અને જ્યોતિષી મહત્વ સ્ટ્રોબેરીના દબાણથી બ્લૂબેરીને નુકસાન થઈ શકે છે અને તે ઝડપથી નરમ પડી જાય છે. ફળ અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રિજમાં તેમને અલગ-અલગ ડ્રોઅરમાં રાખવું વધુ સારું છે.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

avoid ethylene gas keep produce fresh fruit and vegetable storage
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ