બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Which districts in Gujarat received rain, how long is the forecast? Any big update on Talati recruitment?

ન્યૂઝ અપડેટ / ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો, આગાહી ક્યાં સુધી? તલાટી ભરતીને લઈ શું મોટા અપડેટ? જુઓ સમાચાર સુપરફાસ્ટ

Priyakant

Last Updated: 11:54 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી, આગામી તારીખ 7ના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાશે, એક્ઝામના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી બે દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાય છે જેને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ એકાએક બદલાયું હતું. પુરજોશમાં પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં બોડકદેવ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર,યુનિવર્સિટી વિસ્તાર, નારણપુરા, નવરંગપુરા અને નારોલ, નિકોલ, બાપુનગર, વિશાલા ચાર રસ્તા સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ત્રાટક્યો હતો.
 

 

ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. 

તલાટી કમ મંત્રીની પરીક્ષાની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં એટલે કે આગામી તારીખ 7 ના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાશે. જેના ભાગરૂપે આ એક્ઝામના કોલલેટર આજથી ડાઉનલોડ કરી શકાશે. તા.27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

બિહારના DyCM તેજસ્વી યાદવ વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી બાદ હવે બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

મોદી સરનેમ માનહાની કેસમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટના તેમની બે વર્ષની સજાને યથાવત રાખવાના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. ગુરુવારે રાહુલની અપીલ પર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ હવે તેમાં વિલંબ થઈ શકે છે કારણ કે જે મહિલા જજ રાહુલની અપીલ પર ચુકાદો આપવાના હતા તેઓ છેલ્લે ઘડીએ સુનાવણીમાંથી ખસી ગયાં છે. 

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાફલામાં તેમની સુરક્ષા માટે તૈનાત ઓફિસરોને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા 6  ડિવાયેસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતો મુજબ સામે આવ્યું છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણાની ભેટ આપી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ આ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટવાની ઘટના બની હતી જેને લઈ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલબ્રિજ પર આવેલા ગ્લાસ પર ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ તમામ ગ્લાસની આજુબાજુ સ્ટીલની ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ ગ્રીલ લગાવવા સાથે સાથે સ્ટીલની રેલિંગ પણ લગાવાઈ છે.  

ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓએ બંગલા ખાલી ન કર્યાનો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી તેમજ જીતુ ચૌધરી, કિરિટસિંહ રાણાએ પણ બંગલો ખાલી કર્યો નથી તો તે મામલે જીતુ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે હેમાંગ રાવલે પૂર્વ મંત્રીઓ પર આક્ષેપ કર્યા છે કે, તેઓ મંત્રી નથી છતા પણ બંગલા ખાલી કરતા નથી. તેમણે કહ્યું કે, વિનુ મોરડિયાએ પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી અને આ લોકોએ બંગલા ખાલી ન કરતા અત્યારના મંત્રીઓને હજુ બંગલા મળ્યા નથી અને તેઓ સર્કિટ હાઉસમાં રહે છે. તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ 11 નંબરનો બંગલો આજે પણ ખાલી કર્યો નથી આ સર્કિટ હાઉસની બાજુમાં અને મોકાની જગ્યા પર આ બંગલો છે. તેમણે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરાવવામાં આવે અને નવા મંત્રીઓને ફાળવવામા આવે.

ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના ત્યાથી વધુ રૂ. 25.50 લાખ કબજે લીધા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોર્ટે  યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, શિવુભાં ગોહિલે પોલીસ તપાસ બાદ યુટર્ન કર્યો છે. વિગતો મુજબ શીવુભા ગોહિલે ગઇકાલના આપેલા સ્ટેટમેન્ટ બાદ  યુટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે, ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે એક વ્યક્તિના કહેવાથી આપ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, મને કાયદા ઉપર ભરોસો છે. 

 

યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતે તેના નાગરિકોને બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરી દીધું છે. જે હેઠળ સુદાનથી સાઉદી અરબના જેદ્દાહમાં ભારતીયોને લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. જેદ્દાહથી 360 લોકોને લઈને એક સ્પેશિયલ ફ્લાઈટ નવી દિલ્હી આવી પહોંચી હતી. લોકોના ચહેરા પર બચી ગયાની લાગણી દેખાતી હતી. 

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના અવસાનના શોકની વચ્ચે બુધવારે પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં કેટલાક નિર્ણય લેવાયાં છે. કેબિનેટની બેઠક બાદ હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ એવું કહ્યું કે કેબિનેટની બેઠકમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજોની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે.

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. તેમાં 11 જવાનો શહીદ થયા છે.સર્ચ ઓપરેશન કરીને પરત આવી રહેલા ડીઆરજી ફોર્સના જવાનોની હત્યા માટે નકસલીઓએ અરનપુર વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટક ગોઠવ્યું હતું જેવા જવાનો લશ્કરી વાહનમાં આવ્યાં કે તરત બ્લાસ્ટ થયો હતો જેમાં ડ્રાઈવર સહિત ફોર્સના 11 જવાન શહીદ થયાં હતા. 

કોલકાતા નાઈટ રાઈડર્સે સતત ચાર હાર બાદ પણ પોતાનો જુસ્સો ઉંચો રાખતા આખરે વિજયનો સ્વાદ ચાખ્યો છે. નીતિશ રાણાની કપ્તાનીવાળી KKRએ આ સિઝનમાં બીજી વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. જેસન રોય અને નીતિશની વિસ્ફોટક ઇનિંગ્સ બાદ સુયશ શર્મા અને વરુણ ચક્રવર્તીની સ્પિનના આધારે KKRએ 21 રનથી જીત મેળવી હતી. આ સાથે બેંગ્લોરે સતત બે જીત બાદ હારનો સામનો કરવો પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ