બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Politics / Which bill is coming in parliament against which Manmohan Singh on wheelchair

BIG NEWS / સંસદમાં એવું કયું બિલ આવી રહ્યું છે જેના વિરોધમાં વ્હીલચેર પર મનમોહન સિંહ તો ઍમ્બ્યુલન્સમાં આવી શકે છે આ નેતા, વ્હીપ જાહેર

Priyakant

Last Updated: 11:46 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Monsoon Session News: આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ થનાર આ બિલને લઈ રાજકીય પક્ષો તેમના સાંસદોની 100 ટકા હાજરીને લઈ વ્યસ્ત, પૂર્વ PM મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવે તેવી શક્યતા

  • આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ થશે દિલ્હી વટહુકમ બિલ 
  • નવા વિપક્ષી ગઠબંધને રાજ્યસભામાં તાકાત ભેગી કરવાનું શરૂ કર્યું
  • પૂર્વ PM મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવે તેવી શક્યતા

દિલ્હી વટહુકમ આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવનાર છે. આ પહેલા પણ નવા વિપક્ષી ગઠબંધન એટલે કે "ભારત"એ રાજ્યસભામાં તાકાત ભેગી કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ તરફ હવે રાજકીય પક્ષો તેમના સાંસદોની 100 ટકા હાજરીને લઈ વ્યસ્ત છે. આ તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી લઈ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન સુધીના ઘણા વૃદ્ધ નેતાઓ પણ સંસદમાં જોવા મળી શકે છે. 

શું છે સમગ્ર મામલો ? 
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને દિલ્હીમાં બદલીઓ અને નિમણૂકો સંબંધિત મામલાઓમાં નિર્ણય લેવાની સત્તા આપી હતી. હવે આ બિલ સુપ્રીમ કોર્ટના આદેશને રદ્દ કરવા માટે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગે કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમની જગ્યાએ આ બિલ લાવવામાં આવી રહ્યું છે. 

એમ્બ્યુલન્સથી વ્હીલચેર સુધીની છે તૈયારી
વિપક્ષ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, રાજ્યસભામાં આ બિલની રજૂઆત દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવે તેવી શક્યતા છે. આ સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહ અને શિબુ સોરેન લાંબા સમયથી બીમાંર છે. જેડી(યુ) સાંસદ બશિષ્ઠ નારાયણ સિંહ પણ એમ્બ્યુલન્સમાં સંસદમાં પહોંચે તેવી શક્યતા છે. 

વ્હીપ જાહેર કરવામાં આવ્યો 
આ તરફ હવે કોંગ્રેસ અને જનતા દળ(યુનાઈટેડ)એ તેમના સભ્યોને ગૃહમાં રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પહેલાથી જ રાજ્યસભામાં અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે, વટહુકમ એ ગંભીર મુદ્દો છે અને તેમણે બિલ વિશે અગાઉ જાણ કરવા વિનંતી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ