બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિયોન્ડ વીડિયોઝ / when passengers seen pushing local train at vashi station in navi Mumbai

VIDEO / પૈડા નીચે ફસાયો માણસ તો, ધક્કો મારીને ટ્રેનનો ડબ્બો ઊંચો કરવા લાગ્યા લોકો, વિડીયો થયો વાયરલ

Vikram Mehta

Last Updated: 10:41 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વાશી રેલવે સ્ટેશન પર એક યાત્રી લોકલ ટ્રેનના પૈડાની નીચે ફસાઈ ગયો હતો. તે યાત્રીને બચાવવા માટે લોકો ટ્રેનને ધક્કો મારવા લાગ્યા.

  • મુંબઈમાં ગુરુવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • એક યાત્રી લોકલ ટ્રેનના પૈડાની નીચે ફસાઈ ગયો
  • યાત્રીને બચાવવા માટે લોકો ટ્રેનને ધક્કો મારવા લાગ્યા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગુરુવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈમાં વાશી રેલવે સ્ટેશન પર કેટલાક યાત્રીકો ટ્રેનને ધક્કો મારતા જોવા મળ્યા હતા. વાશી રેલવે સ્ટેશન પર એક યાત્રી લોકલ ટ્રેનના પૈડાની નીચે ફસાઈ ગયો હતો. તે યાત્રીને બચાવવા માટે લોકો ટ્રેનને ધક્કો મારવા લાગ્યા અમે યાત્રીને પૈડા નીચેથી બહાર કાઢવામાં આવ્યો, પણ યાત્રી ગંભીર રીતે ઘાયલ થયો હોવાને કારણે તેને બચાવી શકાયો ન હતો. 

વાશી રેલવે સ્ટેશન પર હ્રદય કંપાવી દેતી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ રેલવે પાટાને પાર કરવાની કોશિશ કરી રહ્યો હતો, તે સમયે તે લોકલ ટ્રેનની નીચે આવી ગયો અને થોડી વાર સુધી ઘસડાતો રહ્યો. થોડા સમય પછી ટ્રેન ઊભી રહી તો તે વ્યક્તિ તેમાં ફસાઈ ગયો હતો. ફસાયેલ વ્યક્તિને કાઢવા માટે ત્યાં હાજર રહેલ યાત્રીકોએ ટ્રેનને ધક્કો મારવાનું શરી કર્યું. 

વધુ વાંચો: ગૂગલ પે, ફોન પે ટાઈમ બોમ્બ છે; પેટીએમ સાથે જે થયું...: સાંસદે લોકસભામાં કર્યો મોટો દાવો

ટ્રેનને ધક્કો મારીને યાત્રીને બહાર કાઢવામાં આવ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઈલાજ દરમિયાન આ વ્યક્તિનું મોત થયું છે. સિનિયર ઈન્સ્પેક્ટર સંભાજી કટારેએ જણાવ્યું કે, યાત્રી પ્લેટફોર્મ નંબર 2 પરથી પ્લેટફોર્મ નંબર 3 જવા માટે રેલવે પાટા પાર કરી રહ્યો હતો. તે સમયે CSTથી પનવેલ જતી ટ્રેન આવી ગઈ. યાત્રીને જોઈને મોટરમેને હોર્ન પણ માર્યું હતું, પણ તેણે સાભળ્યું નહોતું. જેથી વ્યક્તિ લોકલ ટ્રેનની નીટે આવી ગયો. ત્યારપછી તે વ્યક્તિને અન્ય યાત્રીઓ અને પોલીસની મદદથી બહાર તાઞવામાં આવ્યો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai train VIDEO passengers pushing local train vashi station vashi station train ટ્રેન એક્સિડન્ટ મુંબઈ રેલવે સ્ટેશન યાત્રીકોનો ટ્રેનને ધક્કો મારતો વિડીયો વાશી ટ્રેન વિડીયો વાશી રેલવે સ્ટેશન Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ