બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Whatsapp New Feature Allow To Play Sharechat Videos Within App

સુવિધા / WhatsApp પર આવી ગયું આ જબરદસ્ત ફીચર, હવે એપમાં જ આ સુવિધાની મજા લઈ શકાશે

Noor

Last Updated: 11:23 AM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની હવે એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેમાં Sharechat વીડિયો ડાયરેક્ટ વોટ્સએપ પર જોઈ શકાશે. હાલ વોટ્સએપ પર પિક્ચર-ઈન-પિક્ચર મોડ દ્વારા યૂટ્યૂબ અને ફેસબુકના વીડિયો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, Sharechat ભારતનું એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે ચીનની એપ્સ બેન થયા બાદ તેના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.

  • વોટ્સએપના યુઝર્સ માટે સારાં સમાચાર
  • હવે વોટ્સએપ લાવ્યું આ નવું ફીચર
  • વોટ્સએપ પર જ જોઈ શકાશે શેરચેટ વીડિયો

વોટ્સએપના આ નવા ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ મુજબ, શેરચેટ વીડિયો સર્વિસનો સપોર્ટ લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે. જેના દ્વારા શેરચેટ વીડિયોને વોટ્સએપમાં જ પ્લે કરી શકાશે. 

આ રીતે કરશે કામ

જો કોઈ કોન્ટેક્ટ તમને શેરચેટનો વીડિયો મોકલે છે તો વીડિયો પ્લે કરવા માટે તમારે શેરચેટની એપ કે વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે. વીડિયોના પ્લે આઈકન પર ક્લિક કરતાં જ આ વોટ્સએપના પિક્ચર ઈન પિક્ચર મોડમાં શરૂ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રહેશે. 

15 ભાષાઓને કરશે સપોર્ટ

શેરચેટ એ દેશની પ્રાદેશિક ભાષાની સોશિયલ મીડિયા એપ છે. દેશભરમાં તેના 6 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે. ખાસ વાત એ છે કે આ એપ હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ સહિત 15 ભાષાઓને સપોર્ટ કરે છે. બેંગલુરુ સ્થિત શેરચેટે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ મોજએ એક અઠવાડિયામાં જ પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

New feature Sharechat WhatsApp videos Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ