ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવી Thar Roxxમાં શું બદલાશે? સસ્પેન્શનથી લઈને લુક સુધી મળશે આ ખાસ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:20 PM, 13 November 2026
1/5
મહિન્દ્રાની ફેમસ SUV Thar Roxx ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કંપની ટૂંક સમયમાં આ SUVને નવા અપડેટ સાથે બજારમાં ઉતારી શકે છે. આ વખતે કારના લુક કરતાં તેના મિકેનિકલ સેટઅપમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને કારના સસ્પેન્શનને અપગ્રેડ કરવાની તૈયારી ચાલી રહી છે.
2/5
ADVERTISEMENT
3/5
તેના અપડેટેડ મોડલમાં મહિન્દ્રા DCX વાલ્વ-બેઝ્ડ ડેમ્પર્સ આપી શકે છે જેને કંપની ડાવિન્ચી નામથી માર્કેટ કરે છે. આ સિસ્ટમ પહેલીવાર આ વર્ષે જાન્યુઆરીમાં XUV 7એક્સઓમાં અને તાજેતરમાં થાર OGમાં પણ વપરાઈ છે. હાલની થાર રોક્સમાં આગળ ડબલ-વિશબોન અને પાછળ પેન્ટાલિંક સસ્પેન્શન છે, જેમાં ફ્રિક્વન્સી ડિપેન્ડન્ટ ડેમ્પિંગ મળે છે. નવા વાલ્વ-બેઝ્ડ સેટઅપમાં ખાસ પિસ્ટન વાલ્વ અને મેટલ ડિસ્ક્સ હોય છે જે હાઇડ્રોલિક ઓઈલના પ્રવાહને કંટ્રોલ કરીને રાઇડને વધુ સ્મૂથ બનાવે છે.
4/5
આ ફેરફારથી ઓછી સ્પીડે ઝટકા વધુ સારી રીતે સંભાળાશે અને રોજિંદા ઉપયોગમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, કાર વધુ આરામદાયક બનશે. ડિઝાઇનમાં મોટા ફેરફારોની અપેક્ષા નથી પરંતુ થાર OG જેવા નવા એલોય વ્હીલ્સ મળી શકે છે. કેબિનમાં પણ મોટા બદલાવ નહીં થાય જેમાં માત્ર નવી અપહોલ્સ્ટરી કે મટિરિયલ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
5/5
જેમાં એન્જિન ઓપ્શન પહેલાં જેવા જ રહેશે. 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 162 હોર્સપાવર સાથે 330 ન્યૂટન-મીટર અથવા 177 હોર્સપાવર સાથે 380 ન્યૂટન-મીટર ટોર્ક આપશે. જેમાં 2.2 લિટર ડીઝલ એન્જિન 152 હોર્સપાવર સાથે 330 ન્યૂટન-મીટર અથવા 175 હોર્સપાવર સાથે 400 ન્યૂટન-મીટર ટોર્કની ટ્યુનિંગ સાથે ઉપલબ્ધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ