બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / What will be the road map of Team India for World Cup final? Know how the record has been in the stadium of Ahmedabad

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ મેચ માટે કેવો હશે ટીમ ઈન્ડિયાનો રોડ મેપ? જાણો અમદાવાદના સ્ટેડિયમમાં અત્યાર સુધી કેવો રહ્યો છે રેકૉર્ડ

Megha

Last Updated: 11:04 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા હાલમાં તેના ODI ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી, એકતરફ ટીમમાં નંબર-1 થી 7 સુધીના બેટ્સમેનો રન બનાવી રહ્યા છે તો બીજી તરફ શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી  વિકેટ લઇ રહી છે.

  • ટીમ ઇન્ડિયાએ સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી
  • એકતરફ બેટ્સમેનો રન બનાવે તો બીજીતરફ બોલરો વિકેટ લે 
  • અમદાવાદના મેદાન માટે ટીમ ઈન્ડિયાએ અલગ તૈયારી કરવી પડશે

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલ જીતીને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમ 19મી નવેમ્બર (રવિવાર)ના રોજ ફાઇનલ મેચ રમશે. જણાવી દઈએ કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. 

એકતરફ બેટ્સમેનો રન બનાવે તો બીજીતરફ બોલરો વિકેટ લે 
ટીમ ઈન્ડિયા હાલમાં તેના ODI ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહી છે અને એક પણ મેચ હારી નથી. જ્યાં એકતરફ ટીમમાં નંબર-1 થી નંબર-7 સુધીના તમામ બેટ્સમેનો રન બનાવી રહ્યા છે તો બીજી તરફ શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી ફાસ્ટ બોલિંગથી કોઈ ટીમને તેની સામે ટકવા નથી દેતી. જ્યારે કુલદીપ અને જાડેજા સ્પિન વિભાગમાં પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. 

અમદાવાદના મેદાન માટે ટીમ ઈન્ડિયાએ અલગ તૈયારી કરવી પડશે
અત્યાર સુધી સૌથી મહત્વની વાત એ છે કે આ 11 ખેલાડીઓ દરેક મેચમાં પોતાની લય જાળવી રાખે છે. જો કે ફાઈનલમાં અમદાવાદના મેદાનને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાએ કેટલીક અલગ તૈયારી કરવી પડશે. જાણો કેવી હશે એ તૈયારીઓ.. 

જો ટોસ હારશું તો... 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે. આ ચારમાંથી ત્રણ ટીમોએ રન ચેઝ કરીને મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને સફળતા મળી છે. આ પરિણામ પણ ઈંગ્લેન્ડની ભૂલોના કારણે આવ્યું છે.

'ટોસ જીતો, મેચ જીતો' ફોર્મ્યુલા કામ કરશે
એટલે કે આ મેદાન પર માત્ર 'ટોસ જીતો, મેચ જીતો' ફોર્મ્યુલા કામ કરશે. ટૂંકમાં સમજાવીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી એ જ જીતની ચાવી રહેશે પણ ટોસ હારવાની સ્થિતિમાં શું કરવું? એ માટે ટીમે તૈયારી કરવી પડશે. સાથે જ આ પીચ પર આ વર્લ્ડ કપમાં સ્પિનરોનો દબદબો રહ્યો છે. એટલા માટે ટીમ મેનેજમેન્ટે એ પણ જોવું પડશે કે શું આ પીચ પર ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકાય છે.

ટીમ ઈન્ડિયાને 11 જીત તો 8 હાર મળી છે 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અગાઉ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતો હતો. અહીં ભારતીય ટીમે 1984થી અત્યાર સુધી 19 ODI મેચ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 11માં જીત મેળવી છે. જ્યારે તેને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે આ મેદાન પર ભારતીય ટીમની જીત-હારની ટકાવારી લગભગ બરાબર રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ