બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં સ્કિન ડ્રાઈનેસ દુર કરવા માટે શું કરવું? જાણો રીત
Last Updated: 01:59 AM, 11 January 2026
અત્યારે ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધે છે. ઠંડી હવા, ઓછો ભેજ અને સૂર્યપ્રકાશના અભાવને કારણે ત્વચા તેનો ભેજ ગુમાવે છે જેના લીધે સ્કિન ડ્રાય થઈ જાય છે. અનેક લોકોને આ દરમિયાન ખેંચાણ, ડ્રાયનેસ, ખંજવાળ અને સફેદ ફ્લેક્સ જેવી સમસ્યાઓ થઇ શકે છે. શિયાળામાં નહાવાની આદતો, પાણીનું તાપમાન અને દિનચર્યામાં ફેરફાર પણ સ્કિનને અસર કરે છે.
ADVERTISEMENT
ડ્રાય સ્કિન માત્ર ચહેરા સુધી મર્યાદિત નથી હોતી. તે હાથ, પગ અને હોઠને પણ અસર કરી શકે છે. જો તેની તરત સારવાર ન આપવામાં આવે તો આ સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. આથી શિયાળા દરમિયાન સ્કિન કેર ખુબ મહત્વની છે. ચાલો જાણીએ કે આ ઋતુમાં સ્કિનની ડ્રાયનેસને દૂર કરવા માટે શું કરવું.
એક્સપર્ટ મુજબ, શિયાળા દરમિયાન ત્વચાની કેર કરવી જરૂરી છે. કેમ કે, આ ઋતુમાં ભેજ ઝડપથી જતો રહે છે. જેમાં દૈનિક આદતોમાં નાના ફેરફારો કરવાથી ડ્રાય સ્કિનને નિયંત્રિત કરી શકાય છે. સ્નાન કર્યા બાદ તરત જ મોઇશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાની ભેજ જાળવી રાખવામાં મદદ મળે છે.
ADVERTISEMENT
ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો કેમ કે, આ ત્વચાને વધુ ડ્રાય બનાવી શકે છે. દિવસમાં અનેક વખત હાથ ધોયા બાદ ક્રીમ લગાવવી પણ જરૂરી છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી ડ્રાયનેસ વધી શકે છે તેથી શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવું જરૂરી છે. સૂતા પહેલા ચહેરા, હાથ અને પગ પર ક્રીમ કે ઓઈલ લગાવવાથી ત્વચાની ડ્રાયનેસમાં રાહત મળે છે.

ADVERTISEMENT
ડ્રાય સ્કીનની સમસ્યાને અવગણવાથી ત્વચાની અનેક પ્રોબ્લેમનું જોખમ વધી શકે છે. સતત ડ્રાય સ્કીન ખંજવાળ અને બળતરા પેદા કરી શકે છે જેના લીધે ત્વચા પર ઘા કે ઇન્ફેક્શન થઈ શકે છે. અમુક કિસ્સાઓમાં ખરજવું અને ત્વચાનો સોજો જેવી સમસ્યાઓ થઇ શકે છે.
ત્વચાની બહારની સાઈડ કમજોર પડવાથી બેક્ટેરિયા સરળતાથી અંદર પ્રવેશી શકે છે. આ સિવાય ફાટેલી ત્વચા પીડા અને અસહજતા વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.