બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:38 AM, 12 November 2023
ADVERTISEMENT
આજે દિવાળી છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાત્રીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ કારણોસર દિવાળીની રાતને મહાનિશા પણ કહેવામાં આવે છે. દિવાળીની રાત્રે લક્ષ્મી માતા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ધન તથા સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે.
લક્ષ્મી માતા અને શુક્ર ગ્રહ ધન તથા વિલાસિતા પ્રદાન કરે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ધન, વિલાસિતા, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. શુક્ર ગ્રહનો લક્ષ્મી માતા સાથે સંબંધ છે. દિવાળીની રાત્રે લક્ષ્મી માતાની પૂજા કરવાથી કુંજળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને ધનના આશીર્વાદ પ્રદાન કરે છે. લક્ષ્મી માતાની પૂજા કરવાથી કીર્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
દિવાળી પૂજા મુહૂર્ત
આસો મહિનાની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે. દિવાળી આજે બપોરે 02:45 વાગ્યાથી શરૂ થશે અને આવતીકાલે બપોરે 02:57 વાગ્યે પૂર્ણ થશે. દિવાળીએ લક્ષ્મી પૂજાના બે શુભ મુહૂર્ત છે. પહેલુ શુભ મુહૂર્ત પ્રદોષ કાળમાં છે. પ્રદોષ કાળ આજે 05:28 વાગ્યે શરૂ થશે અને રાત્રે 08:07 વાગ્યા સુધી રહેશે. જેમાં વૃષભકાળ 05:39 વાગ્યાથી શરૂ થશે અને 07:33 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન પૂજા કરવા માટેનો સર્વોત્તમ સમય છે. ત્યાર પછી પૂજા દિવાળી પર લક્ષ્મી પૂજન માટેનું બીજુ મુહૂર્ત નિથીથ કાળમાં છે. નિશીથ કાળે આજે રાત્રે 11:39 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12:32 વાગ્યા સુધી રહેશે.
દિવાળી પૂજા વિધિ
દિવાળી પર સૌથી પહેલા ગણપતિની પૂજા કરવી, જેથી બુદ્ધિ ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી માતાની પૂજા સમયે ગુલાબી અથવા લાલ કપડું પાથરીને લક્ષ્મી માતાનો ફોટો તથા મૂર્તિ સ્થાપિત કરો. ઘરમાં પૂજા માટે ફોટો અથવા મૂર્તિ રાખો. લક્ષ્મી માતા કમળા ફૂલ પર બિરાજમાન પર હોય તેવો ફોટો અથવા મૂર્તિ લેવી. આસન ગ્રહણ કરીને લક્ષ્મી માતાની પૂજા શરૂ કરો.
ADVERTISEMENT
ત્યારપછી ચોતરફ અને જળ છાંટીને પૂજાનો સંકલ્પ લો. એક મુખી દીપક પ્રગટાવો અને બાકીના 20 તેલના દીવા કરો. તાંબાના કળશ પર નારિયેળ મુકો અને ચોખા પર કળશ સ્થાપિત કરો. કળશમાં રોલી અને સ્વસ્તિક બનાવો. હવે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશને ફૂલ તથા મિઠાઈ અર્પણ કરો. સૌથી પહેલા ગણેશ ભગવાનના મંત્રનો અને ત્યારપછી લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરો. અંતમાં આરતી કરો અને શંખનાદ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.