બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / What is the reality of Congress Free India Vs BJP Free South Know how many MP MLAs

કર્ણાટક ચૂંટણી / 'કોંગ્રેસ મુક્ત ભારત' Vs 'ભાજપ મુક્ત દક્ષિણ'ની વાસ્તવિકતા શું? આજની તારીખમાં કોના કેટલા MP-MLA, જાણો

Megha

Last Updated: 10:09 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 136 બેઠકો જીતી છે અને ભાજપની કારમી હાર થઈ છે. જે બાદ ભાજપને રાજ્યમાં સત્તા ગુમાવવી પડી છે.

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ જીત મેળવી
  • 'કોંગ્રેસ મુક્ત ભારત'ને બદલે 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' બની ગયું 
  • ચૂંટણીમાં કોંગ્રેસે 136 બેઠકો જીતી 

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડ જીત મેળવી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન દ્વારા બીજેપી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'ભાજપ અમને ટોણા મારતી હતી કે અમે 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' બની ગયું છે. કોંગ્રેસના આ નિવેદનની વાસ્તવિકતા શું છે ચાલો એ વિશે જાણીએ. 

ચૂંટણીમાં કોંગ્રેસે 136 બેઠકો જીતી 
એ વાત તો નોંધનીય છે કે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 136 બેઠકો જીતી છે અને ભાજપની કારમી હાર થઈ છે. આ હાર બાદ ભાજપને રાજ્યમાં સત્તા ગુમાવવી પડી અને કુલ 65 બેઠકો જીતી શકી આ સાથે જ જણાવી દઈએ કે જેડીએસને 19 અને અન્યને 4 બેઠકો મળી છે.

'કોંગ્રેસ મુક્ત ભારત'ને બદલે 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' બની ગયું 
હવે કોંગ્રેસની સત્તામાં વાપસી પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપતા કહ્યું કે, 'આ એક મોટી જીત છે તેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. પહેલા ભાજપ અમને ટોણો મારતો હતો કે અમે 'કોંગ્રેસ-મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' બની ગયું છે. હવે અહંકારી નિવેદનો નહીં ચાલે અને શાસકે લોકોની વેદના સમજવી જોઈએ.' હવે આ નિવેદન પાછળ વાત એમ છે કે દક્ષિણ ભારતમાં પાંચ મોટા રાજ્યો છે. જેમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણાના નામ સામેલ છે. 

ભાજપને કર્ણાટકમાં કારમી હાર મળી
એ વાત તો નોંધનીય છે કે કર્ણાટકને દક્ષિણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને શનિવારે આવેલા પરિણામોમાં ભાજપને કર્ણાટકમાં કારમી હાર મળી અને સત્તામાંથી બહાર થવું પડ્યું. આ રાજ્યમાં હાર સાથે ભાજપના દક્ષિણના દરવાજા પણ બંધ થઈ ગયા છે. આ સાથે જ તમિલનાડુમાં ડીએમકેની ગઠબંધન સરકાર છે તો આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ પાર્ટીનું શાસન છે અને YS જગનમોહન રેડ્ડી મુખ્યમંત્રી છે. કેરળમાં સીપીએમના નેતૃત્વવાળી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટનું શાસન છે અને તેલંગાણામાં બીઆરએસ સરકાર છે. 

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ શું છે? જાણો 
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર ઉત્તર ભારતમાં આવે છે. હાલની પરિસ્થતિમાં હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે તો હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ જ્યારે પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે. એવામાં હિમાચલ પ્રદેશમાં 4, હરિયાણામાં 10, ઉત્તર પ્રદેશમાં 80, ઉત્તરાખંડમાં 5, પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, દિલ્હીમાં 7 અને જમ્મુ-કાશ્મીરમાં 6 લોકસભા બેઠકો છે. જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં ભાજપના કુલ 118 લોકસભા અને 35 રાજ્યસભા સાંસદ છે. આ ઉપરાંત 447 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે કુલ 9 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે. આ ઉપરાંત 217 ધારાસભ્યો છે. 

દક્ષિણ ભારતમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ
આ સાથે જ દક્ષિણની વાત કરીએ તો ભાજપ પાસે કુલ 29 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે. આ ઉપરાંત 70 ધારાસભ્યો છે. દક્ષિણમાં કોંગ્રેસ પાસે કુલ 27 લોકસભા અને 7 રાજ્યસભા સાંસદ છે. આ ઉપરાંત 194 ધારાસભ્યો છે. દક્ષિણના પાંચ રાજ્યોમાં લોકસભાની કુલ 129 બેઠકો છે. જેમાં આંધ્રપ્રદેશમાં 25, કેરળમાં 20, કર્ણાટકમાં 28, તમિલનાડુમાં 39, તેલંગાણામાં 17 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ તમામ 129 બેઠકોમાંથી માત્ર 29 બેઠકો જીતી હતી. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્ણાટકમાં રહ્યું હતું.

નોંધનીય છે કે આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા, 11 રાજ્યસભા અને 175 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપ પાસે માત્ર એક રાજ્યસભા સાંસદ છે. જ્યારે કોંગ્રેસ પાસે એક પણ ગૃહનો સભ્ય નથી. બાકીની બેઠકો અન્ય પક્ષો પાસે છે. કેરળમાં 20 લોકસભા, 9 રાજ્યસભા અને 140 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપના એક પણ સાંસદ-ધારાસભ્ય નથી. કોંગ્રેસ પાસે 21 ધારાસભ્યો, 14 લોકસભા અને એક રાજ્યસભા સભ્ય છે. બાકીની બેઠકો અન્ય પક્ષો પાસે છે. એ જ રીતે તમિલનાડુમાં 39 લોકસભા, 18 રાજ્યસભા અને 234 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપના 4 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 18 ધારાસભ્યો, 8 લોકસભા અને એક રાજ્યસભાના સભ્ય છે. 

હવે જો કર્ણાટકની વાત કરીએ તો તેમાં 28 લોકસભા, 12 રાજ્યસભા અને 224 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપના 25 સાંસદો છે, હવે 65 ધારાસભ્યો અને 6 રાજ્યસભાના સભ્યો છે. જ્યારે કોંગ્રેસના 136 ધારાસભ્યો, એક લોકસભા અને 5 રાજ્યસભાના સભ્યો છે અને તેલંગાણામાં 17 લોકસભા, 7 રાજ્યસભા અને 119 વિધાનસભા બેઠકો છે. અહીં ભાજપના 4 સાંસદ, એક ધારાસભ્ય છે. કોંગ્રેસ પાસે 19, ત્રણ લોકસભા સભ્યો છે. અહીં બંને પક્ષોના કોઈ રાજ્યસભાના સભ્યો નથી.

ક્યાં છે ભાજપની સરકાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત
ઉત્તરાખંડ
મણિપુર
મેઘાલય

આ રાજ્યોમાં ભાજપનું ગઠબંધન
અરુણાચલ પ્રદેશ - BJP-NPP
આસામ - BJP, AGP, UPPL, BPF
ગોવા - BJP, MGP
હરિયાણા - BJP, JJP, HLP
મહારાષ્ટ્ર - BJP, શિવસેના 
ત્રિપુરા - BJP, IPFT

કેટલા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર?
છત્તીસગઢ
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ