બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / What is happening in Gujarat? Who is tampering with the security system of the board? Know the answer to all the questions

મહામંથન / ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? કોણ છે બોર્ડની સુરક્ષા વ્યવસ્થાને લૂણો લગાડનાર? જાણો તમામ સવાલના જવાબ

Vishal Dave

Last Updated: 10:19 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરમસદની સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કૂલમાં DEO કામિની ત્રિવેદી પરીક્ષા સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા..તેમણે જોયું કે  બારીની બહારથી કોઈ વ્યક્તિ જવાબ લખાવી રહ્યો હતો. DEOની નજર પડતા વ્યક્તિ ભાગી છૂટ્યો હતો

વિદ્યાર્થીઓ માટે મહત્વની એવી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિની ઘટના હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. કરમસદમાં માસ કોપી કેસની ઘટનામાં વાડ જ ચીભડા ગળે એવો ઘાટ સર્જાયો છે... પરીક્ષા કેન્દ્રમાં ખુલ્લેઆમ ચોરીની ઘટનાએ સૌ કોઇને સ્તબ્ધ કરી દીધા..સૌના મનમાં સવાલ એ થયો કે જે વિદ્યાર્થી ચોરી નથી કરતા અને નિષ્ઠાપૂર્વક પરીક્ષા આપે છે તેની સાથે આ અન્યાય ન ગણાય, સૌ કોઇ એક અવાજે એકજ વાત કહી રહ્યા છે કે ચોરી કરાવનાર જવાબદારોને દાખલો બેસે તેવી સજા મળવી જોઇએ ..
 

શું છે આણંદની માસ કોપી કેસની આ ઘટના ?

કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની આ ઘટના છે. જ્યાં ભૂગોળ વિષયની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમ્યાન DEO કામિની ત્રિવેદી પરીક્ષા સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા..તેમણે જોયું કે  બારીની બહારથી કોઈ વ્યક્તિ જવાબ લખાવી રહ્યો હતો. DEOની નજર પડતા વ્યક્તિ ભાગી છૂટ્યો હતો. વર્ગખંડમાં લગભગ 29 જેટલા વિદ્યાર્થી હતા. મોટાભાગના એક્ષ્ટર્નલ અને રિપીટર હતા. તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ આવું જ બન્યું હતું. અનઅધિકૃત વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને જવાબ લખાવી રહ્યો હતો
હાજર રહેલી સ્કવૉડે આ વાતની પુષ્ટિ કરી હતી
 

શું કાર્યવાહી કરવામાં આવી?

ચોરી કરાવનાર પરીક્ષા કેન્દ્રના સ્ટાફને તાત્કાલિક અસરથી બદલી દેવાયો છે. ચોરી કરાવનાર વ્યક્તિની શોધખોળ ચાલુ છે.. પરીક્ષા કેન્દ્ર ઉપર નવા સ્ટાફની નિમણૂંક કરી દેવાઈ છે
જિલ્લાની પોલીસને પણ અલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ

 

આ ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે 

આ સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઉભા થાય છે .. સવાલ એ છે કે 

પરીક્ષા કેન્દ્રમાં બહારનો વ્યક્તિ કેવી રીતે ઘૂસ્યો?

બોર્ડની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું કોણે પાડ્યું?

વર્ગખંડમાં હાજર નિરીક્ષક શું કરી રહ્યા હતા?

શું નિરીક્ષકે ઈરાદાપૂર્વક આંખ આડા કાન કર્યા ?

સ્થળ સંચાલક શું કરી રહ્યા હતા? શાળાના આચાર્યએ શું જવાબદારી નિભાવી?

શાળાના અન્ય સ્ટાફનું ધ્યાન નહતું?

શું પરીક્ષા કેન્દ્રનું પરિણામ સુધારવા ચોરીનો કારસો ઘડવામાં આવ્યો?

શિક્ષકની મિલીભગત સિવાય ચોરી કઈ રીતે શક્ય બને?


આ પણ વાંચોઃ  આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ, ચોરીની ટ્રિક જોતાં ગાંધીનગરથી તપાસના આદેશ

 

શું કાર્યવાહી કરવામાં આવશે ?

શિક્ષણ વિભાગનું કહેવુ છે કે જવાબદારોની સુનાવણી બોર્ડ સમક્ષ થશે. પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.. માનવામાં આવે છે કે જવાબ લખાવનાર મોટેભાગે શિક્ષક હોઇ શકે છે. જો વિદ્યાર્થી જવાબદાર હશે તો તેની પણ તપાસ થશે..જવાબ લખાવનાર કોના મારફતે અને કોની માટે અંદર આવ્યો તે તપાસનો વિષય છે. કોઈ કર્મચારીનું સંતાન અંદર હતું કે નહીં તેની તપાસ પણ કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ