બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12th board exam mass copy case anand sardar patel vidhyamandir centre

કાર્યવાહી / આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ, કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ, ચોરીની ટ્રિક જોતાં ગાંધીનગરથી તપાસના આદેશ

Ajit Jadeja

Last Updated: 02:07 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. VTVના અહેવાલ બાદ શિક્ષણરાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

Education News:આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ નોધાયો છે. કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળાની ઘટના છે અહી વિદ્યાર્થીઓને કોપી કરાવતા પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને બારીમાંથી જવાબ લખાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલો સામે આવતા DEOએ તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓના હિતમાં  પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. VTVના અહેવાલ બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યુ છે કે જે કોઈ પણ ઘટનામાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.

માસ કોપી કેસમાં સ્ટાફ સસ્પેન્ડ

રાજ્યમાં બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષામાં ચોકાવનારી ઘટના સામે આવી છે. માસ કોપી કેસમાં સામેલ 50 કર્મીના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આણંદમાં ધો.12 ની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. પરીક્ષામાં કોઇ ગેરરીતી નથી થઇ રહે તેની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કેન્દ્રની મુલાકાતે નીકળ્યા હતા. દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતી થતી હોવાનું તેમના ધ્યાને આવ્યુ હતું. 

 

વધુ વાંચોઃ મુશ્કેલી / હે રામ! એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત, બીજા રસ્તાનો પ્લાન પણ ફેલ, બનાસકાંઠાનો બનાવ

બારીમાંથી જવાબો લખાવવામાં આવતા

કરમસદની સરદાર પટેલ વિદ્યામંદિર શાળામાં બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. આ પરીક્ષા કેન્દ્રમાં બારીમાંથી કોઇ જવાબ લખાવી રહ્યુ હોવાનું સામે આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસનો કેસ નોધવામાં આવ્યો છે અને તાત્કાલીક અસરથી પરીક્ષા કેન્દ્રના 50 કર્મીઓને તમામ સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાયો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ