બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Palanpur Ambulance Traffic Stall Heart Attack Patient death

મુશ્કેલી / હે રામ! એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત, બીજા રસ્તાનો પ્લાન પણ ફેલ, બનાસકાંઠાનો બનાવ

Ajit Jadeja

Last Updated: 12:07 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. આ ટ્રાફિકની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે.

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દર્દી માટે જીવલેણ બની છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત નીપજ્યું છે. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ બીજા રસ્તા પર પણ ટ્રાફિકમાં અટવાતા દર્દી ચૌપારામ ચૌહાણનું મોત નીપજ્યુ છે. આ દર્દીને પરિવારજનો સારવાર માટે રાજસ્થાનથી પાલનપુર લઈ આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા દર્દીનો જીવ ગયો છે. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.

રાજસ્થાનના દર્દી હોસ્પિટલ પહોચી ના શક્યા

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. આ ટ્રાફિકની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ દરમિયાન તેમની એમ્બ્યુલન્સ પાલનપુર હાઇવે પર ટ્રાફિકમાં ફસાઇ હતી. ડ્રાઇવર દ્વારા અન્ય કોઇ રસ્તાથી હોસ્પિટલ પહોચવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને જેમતેમ કરીને એમ્બ્યુલન્સ હાઇવે પરથી આગળ ચલાવી હતી પરંતુ હનુમાન ટેકરી વિસ્તારમાં ફરી આ એમ્બ્યુલન્સ અટવાઇ હતી. અડધો કલાક સુધી દર્દી સાથે એમ્બ્યુલન્સમાં અટવાઇ હતી જેને કારણે હાર્ટ એટેકના દર્દીને સારવાર મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ ત્યાં પણ ટ્રાફિકમાં અટવાતા આખરે દર્દી ચૌપારામ ચૌહાણને સમયસર હોસ્પિટલ સુધી પહોચાડી શકાયા ન હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી. 

આ પણ વાંચોઃસુરત / પરીક્ષામાં કાપલી કરશો કે નોટ મુકશો તો થશે કડક કાર્યવાહી,ગુજરાતની આ યુનિવર્સિટીનું ફરમાન જાહેર

વર્ષોથી ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની

પાલનપુરમાં હાઇવે પર થતી ટ્રાફિકની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. અહીથી અમદાવાદ અને દિલ્હીને જોડતો હાઇવે પસાર થઇ રહ્યો છે જે સતત ભારે વાહનોથી ધમધમતો રહે છે ઉપરાંત સ્થાનિક વાહનોની અવર જવર પણ વધુ રહે છે. જેને લઇને હાઇવે પર ચોવિસ કલાક ટ્રાફિક હોય છે. આ ટ્રાફિકમાંથી નીકળવું મુશ્કેલ બને છે. વાહનચાલકો કલાકો સુધી અટવાયેલા રહે છે. જેને લઇને રહીશો દ્વારા અનેકવાર આ ટ્રાફિક સમસ્યાનો કોઇ ઉકેલ લાવવા રજુઆતો કરી છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પાલનપુર શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ઓફિસ સમયે ટ્રાફિકજામથી કર્મચારીઓ હેરાન થઇ રહ્યા છે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી.

વિદ્યાર્થીઓ,કર્મચારીઓ પણ હેરાન થાય છે

આરટીઓ સર્કલ, ગઠાંમણ સર્કલ, હનુમાન ટેકરી, એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહનચાલકો તેમજ રાહદારીઓ, શહેરીજનો અને નાગરિકોને સતાવી રહી છે. ઇમરજન્સીના સમયે શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે અને ઓફિસના સમયે કર્મચારીઓઓને ટ્રાફિકજામથી હેરાન થવાનો વારો આવે છે. કારણ કે જે ભારે વાહનો પાલનપુર હાઇવે પરથી પસાર થાય છે અને આ ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ