બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Strict action exam Veer Narmad South Gujarat University
Ajit Jadeja
Last Updated: 10:07 AM, 13 March 2024
Veer Narmad South Gujarat University : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોઇપણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો પરીક્ષાર્થીને રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે તેની સાથે આ પરિક્ષાર્થી પર 6 મહિનાનો પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકવી, માઇક્રો ઝેરોક્ષ કોપીથી કોપી કરવી, ઉત્તરવાહીમાં બીભત્સ લખાણ લખવું, ગાળો લખવી વગેરે સહિતના અનેક મુદ્દાઓને લઈને જુદી જુદી પેનલ્ટીની રકમ જાહેર કરવામાં આવી છે તેની સાથે સાથે વિદ્યાર્થીઓ સામે કડક પગલાં પણ ભરવામાં આવશે. આવી પ્રવૃત્તિ રોકવા માટેની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોએ એક પ્રયાસ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
Vnsguમાં પરીક્ષામાં વિદ્યાર્થી ગેરકાયદે વસ્તુ મુકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરિક્ષાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે તથા 6 મહિના સુધી આવી પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીને કોઇ પણ પરીક્ષામાં બેસવા નહી દેવાય. પરીક્ષા દરમિયાન કાપલી કે માઇક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ વિદ્યાર્થી પાસેથી મળી આવશે તો તેને 500 રૂપિયા પેનલ્ટી કરાશે. તે સાથે પૂરક પરીક્ષામાં તેને બેસવા નહી દેવામાં આવે. ઉપરાંત યુનિવર્સિટીના તાબામાં આવતા તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકમાં અને સ્ટ્રોગરૂમમાં કેમેરા લગાવવામાં આવશે જે પરીક્ષા દરમિયાન ફરજિયાત ચાલુ રાખવા પડશે. જે કોલેજો દ્વારા આવું નહી કરવામાં આવે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્રને રદ કરી દેવાશે.
કેટલીક વાર અમુક વિદ્યાર્થીઓ પ્રશ્નના યોગ્ય જવાબો લખવાને બદલે ઉત્તરવહીમાં અયોગ્ય ભાષાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ સામે પણ હવે પગલા લેવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા તેના માટે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પરિક્ષાર્થીને રૂપિયા 1,000ની પેનલ્ટી થશે. એટલુ જ નહિ વિદ્યાર્થીએ માનસિક ફિટનેશનું સર્ટિફિકેટ આપવું પડશે. સર્ટીફિકેટ નહી આપી શકનાર વિદ્યાર્થીને આગામી પરીક્ષાનું ફોર્મ નહી ભરી શકે.
થોડા સમય અગાઉ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક VNSGUમાં નવી શિક્ષણ પોલીસી અંતર્ગત એક મોટો નિર્ણય લેવાયો હતો. જે વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક્સ મેળવવા રહે છે. નવી શિક્ષણ પોલીસીમાં પાસિંગ માર્કસ 36 કરાયા જેમાં આંતરિક મૂલ્યાંકનમાં 50 માર્કમાંથી 18 પાસિંગ માર્કસ, 25માંથી 9 પાસિંગ માર્કસ રખાયા છે. આ સાથે 35 માર્કની પરીક્ષામાં 13 માર્કસ પાસિંગ અને 15 માર્કસની પરીક્ષામાં 5 માર્કસ પાસિંગ રખાયા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.