બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોટો અને વીડિયો શેર કરવો પડશે મોંઘો, તમારે જવું પડી શકે છે જેલ, જાણો આ કાયદો

કાયદો / ફોટો અને વીડિયો શેર કરવો પડશે મોંઘો, તમારે જવું પડી શકે છે જેલ, જાણો આ કાયદો

Last Updated: 05:10 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેને લઈને સરકાર સતર્ક થઈ ગઈ છે.

અત્યારનો યુગ ડિઝિટલ યુગ થઇ ગયો છે. દરેક વ્યક્તિ પાસે મોબાઇલ તેમજ આધુનિક ગેજેટ આવી ગયા છે. પ્રસંગોના આમંત્રણ હોય કે કોઇ મિટિંગો કે માહિતી મોકલાવવાની હોય તેના માટે લોકો હવે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેને લઈને સરકાર સતર્ક થઈ ગઈ છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ઘણા નવા નિયમો લાવ્યા છે. ઉપરાંત, આ અંગે પહેલાથી જ કેટલાક કાયદાઓ છે. આવી સ્થિતિમાં ફોટો અને વીડિયો ઓનલાઈન શેર કરવો ભારે પડી શકે છે.

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો શેર કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. જ્યાં દરરોજ કરોડો ફોટા અને વીડિયો શેર કરવામાં આવે છે, પરંતુ ક્યારેક આવું કરવું ભારે પડી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ફોટો અને વીડિયો ઓનલાઈન શેર કરવાના નિયમો જાણવું જોઈએ. નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. ભારતમાં વીડિયો અને ફોટો શેરિંગને લઈને ઘણા કાયદા છે, જેનું ઉલ્લંઘન કરવાથી તમને જેલ થઈ શકે છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000

આ કાયદો ઈલેક્ટ્રોનિક ડેટા જેવા કે ફોટા, વીડિયો, ઈલેક્ટ્રોનિક સિગ્નેચર, કોપી રાઈટ્સ જેવી બાબતો સાથે સંબંધિત છે. જો તમે યુઝર્સની પરવાનગી વગર આવા કોઈ દસ્તાવેજ શેર કરો છો, તો તમારે જેલ જવું પડી શકે છે.

માહિતી ટેકનોલોજી નિયમો, 2021

આ નિયમ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ દ્વારા પોસ્ટ અને હોસ્ટ કરવામાં આવેલી સામગ્રીથી સંબંધિત છે. મતલબ કે ઈન્ટરનેટ પ્લેટફોર્મે યુઝરની પ્રાઈવસી અને ન્યૂડિટીનું ધ્યાન રાખવું પડશે.

ભારતીય દંડ સંહિતા, 1860

આ કાયદા હેઠળ કોઈની વિરુદ્ધ ગુનો છે અને તેની સજા છે.

હેટ સ્પીચ એક્ટ, 1956

આ કાયદા હેઠળ કોઈને ઑનલાઇન અપમાનજનક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ સજા થઈ શકે છે.

મહિલા અપરાધ અને જાતીય સતામણી સંરક્ષણ એક્ટ, 2013

આ નિયમ હેઠળ મહિલાઓ સામે જાતીય સતામણી અને મહિલાઓ પર અત્યાચારને લઇ ગુનો છે.

ફોટા અને વીડિયો શેર કરવા પર ક્યારે થાય જેલ ?

- તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.

- કોઈપણ વ્યક્તિને બદનામ કરે છે અથવા તેમને માનસિક પીડા આપે છે.

- અભદ્ર ભાષા અથવા યૌન રુપ સામગ્રી પોસ્ટ કરો.

- બાળકોના જાતીય શોષણ અથવા દુર્વ્યવહારને લગતુ હોય છે.

- હિંસા અથવા લોકોને અપ્રિય ભાષણ જેનાથી ઉશ્કેરાટ ફેલાય છે.

વધુ વાંચો: શું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ તૈયાર!

ફરિયાદ ક્યા કરવી

સોશિયલ મિડિયા પર કોઇ વીડિયો કે ફોટો શેર કરવામાં આવ્યો હોય જે હિંસા અથવા લોકોને ઉશ્કેરતો હોય તો તેના સામે ફરિયાદ થઇ શકે છે. જો તમને લાગે કે વીડિયો કે ફોટો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, તો તમે સાયબર ક્રાઈમ પોર્ટલ https://cybercrime.gov.in/. પર ફરિયાદ કરી શકો છો. તમે રાષ્ટ્રીય મહિલા આયોગ http://ncw.nic.in/ અને તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ