ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોટેલના જૂના ટુવાલનું શું થાય છે? કચરામાં નથી જતા, સફાઈથી લઈને દાન અને રિસાયક્લિંગ સુધી આ રીતે થાય છે ફરી ઉપયોગ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / હોટેલના જૂના ટુવાલનું શું થાય છે? કચરામાં નથી જતા, સફાઈથી લઈને દાન અને રિસાયક્લિંગ સુધી આ રીતે થાય છે ફરી ઉપયોગ

Last Updated: 05:40 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોટલના બાથરૂમમાં વપરાતા સફેદ અને મુલાયમ ટુવાલ જ્યારે જૂના અથવા ઉપયોગ માટે અયોગ્ય થઈ જાય છે, ત્યારે તેને સીધા કચરામાં ફેંકી દેવામાં આવતા નથી.

1/5

photoStories-logo

1. હોટેલના જૂના ટુવાલનું શું થાય છે? કચરામાં નથી જતા, સફાઈથી લઈને દાન અને રિસાયક્લિંગ સુધી આ રીતે થાય છે ફરી ઉપયોગ

હોટલના રૂમમાં રોકાયા દરમિયાન બાથરૂમમાં રાખેલો સફેદ, જાડો અને મુલાયમ ટુવાલ દરેક ગેસ્ટનું ધ્યાન ખેંચે છે. પરંતુ સતત ઉપયોગ અને વારંવાર વોશિંગને કારણે સમય જતાં આ ટુવાલ પાતળા થઈ જાય છે, તેમની ચમક ઘટે છે અને પાણી શોષવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં હોટલ મેનેજમેન્ટ તેને ગેસ્ટ યુઝમાંથી હટાવી લે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જૂના ટુવાલનું પછી શું થાય છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડસ્ટર અને સફાઈના કાપડ તરીકે ફરી ઉપયોગ

'ક્લીન ઈન્ડિયા જર્નલ' અને સુનવે હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ (Sunway Hotels & Resorts) ના સસ્ટેનેબિલિટી અહેવાલ મુજબ, હોટલમાંથી નકામા જાહેર કરાયેલા ટુવાલની ઉપયોગિતા પૂરી થતી નથી. જો કાપડ સારી સ્થિતિમાં હોય, તો તેને કાપીને હોટલના આંતરિક વપરાશ માટે હાઉસકીપિંગ ડસ્ટર, સફાઈના કપડાં અથવા મેન્ટેનન્સ અને પેઈન્ટિંગ દરમિયાન પ્રોટેક્ટિવ કવર તરીકે વાપરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અનાથાશ્રમ અને એનિમલ શેલ્ટરમાં દાન

તમામ હોટલ્સની પોલિસી અલગ-અલગ હોય છે. 'વોશિંગ્ટન પોસ્ટ' ના એક રિપોર્ટ અનુસાર, હિલ્ટન (Hilton) જેવી ગ્લોબલ હોટલ ચેઈન પોતાના જૂના કોટન અને ટેરી લિનેન પ્રોડક્ટ્સને જરૂરિયાતમંદો માટેના શેલ્ટર હોમ્સ, અનાથાશ્રમો અથવા એનિમલ શેલ્ટર્સ (પ્રાણીસંગ્રહાલયો) માં દાન કરી દે છે, જ્યાં તેનો ઉપયોગ પથારી કે સફાઈ માટે થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટેક્સટાઈલ રિસાયકલિંગ અને ફાઈબર રી-યુઝ

જ્યારે ટુવાલ સાવ ઘસાઈ જાય અને તેનો સીધો ઉપયોગ શક્ય ન રહે, ત્યારે ટેક્સટાઈલ રિસાયકલિંગનો વિકલ્પ અપનાવવામાં આવે છે. ભારતમાં પણ 'ReWeave360' જેવી સંસ્થાઓ હોટલ અને હોસ્પિટલોમાંથી નીકળતા જૂના કાપડને એકત્રિત કરીને તેને પ્રોસેસ કરે છે. પ્રોસેસિંગ બાદ તેમાંથી નીકળતા ફાઈબરનો ઉપયોગ અન્ય ઔદ્યોગિક કાપડ કે બનાવટોમાં થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ટુવાલની લાઇફ-સાયકલ ચાલુ રહે છે

આમ હોટલના બાથરૂમમાંથી હટાવ્યા પછી પણ એક ટુવાલની લાઇફ-સાયકલ ચાલુ રહે છે. આગામી વખતે જ્યારે તમે હોટલનો મુલાયમ ટુવાલ વાપરો, ત્યારે યાદ રાખજો કે તેની પાછળ પુનઃવપરાશ, દાન અને રિસાયકલિંગનું એક અદ્ભુત મેનેજમેન્ટ છુપાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HotelIndustry HotelSecrets Sustainability
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ