બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / 'તેઓએ આવું બોલવું જ ન જોઇએ', પી.ટી જાડેજાની વાયરલ ઓડિયો ક્લિપ મામલે શું બોલ્યા પદ્મિનીબા વાળા
Last Updated: 02:46 PM, 12 May 2024
PT Jadeja Audio Clip News : લોકસભા મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિક વિવાદની સ્થિતિ બની છે. વાત જાણે એમ કે, ગઇકાલે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ આક્ષેપ કર્યા હતા. પી.ટી.જાડેજાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં તેમણે સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી આપી સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. જેને લઈ હવે પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ત્રેવડ ન હોય તો બોલાય જ નહીં. જો બોલવું જ હોય તો બોલેલું પાછું ન ખેંચાય.
ADVERTISEMENT
ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાની ઓડિયો ક્લિપ બાદ આજે ફરી તેમણે ચોખવટ પણ કરી હતી. જોકે હવે પદ્મિનીબા વાળાએ કહ્યુ કે, પી.ટી.જાડેજા સંકલન સમિતિથી ડરીને દબાઇ ગયા છે. હવે સમાજે નક્કી કરવું જોઇએ કે તેને કોની સાથે રહેવું છે. પદ્મિનીબા વાળાએ આક્ષેપ કરતાં કહ્યું કે, સંકલન સમિતિના ચાર-પાંચ તત્વો બધા નિર્ણય લે છે. સમાજના અન્ય લોકોનું સંકલન સમિતિ સાંભળતી નથી. આ સાથે તેમણે કહ્યું કે, આમાં સમાજનું ક્યાંક ખરાબ દેખાય છે.
'તેઓએ આવું બોલવું જ ન જોઇએ', પી.ટી જાડેજાની વાયરલ ઓડિયો ક્લિપ મામલે શું બોલ્યા પદ્મિનીબા વાળા #kshatriyasamaj #rajkot #ptjadeja #gujaratinews #kshatriyasammelanupdate #parshottamrupala #parshottamrupalacontroversy #padminiba #padminibavala #vtvgujarati pic.twitter.com/iKUgSvtZjJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2024
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો ?
ગઇકાલે પી.ટી.જાડેજાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે સંકળાયેલા પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી હતી. તેમણે કહ્યુ કે, સંકલન સમિતિથી અત્યારસુધી પાપડ પણ નથી ભાંગ્યો. આ સાથે તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે, સંકલન સમિતિના કેટલાક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે, આજે મે શબ્દોમાં મર્યાદા રાખી છે કાલે નહીં રાખું તેવું પણ કહ્યું હતું. આ સાથે કહ્યુ કે, હું સમાજને પૂછીશ કે તમે મારી સાથે છો, તૃપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા છે.
ADVERTISEMENT
14 લોકોની કમિટીમાંથી ફૂટ્યું કોણ?
ADVERTISEMENT
આ તરફ હવે સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ ઓડિયો ક્લિપને લઈ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મેં રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશ્યલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે. સંકલન સમિતિ મારા સંમર્થનમાં ના આવતા મેં નારાજગી વ્યક્ત કરી હતી, સંકલન સમિતિ કાયમ રહેશે.
'અમારી 14 લોકોની કમિટીમાંથી કોણ ફૂટ્યું...', વાયરલ ઓડિયો ક્લિપ અંગે જુઓ શું કહી રહ્યાં છે પી.ટી.જાડેજા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2024
(પદ્મિનીબા વાળા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ગઇકાલે પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલ ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું છે.… pic.twitter.com/WnzVorAXyZ
ADVERTISEMENT
આ સાથે તેમણે કહ્યું કે, 14 લોકોની કમિટી માંથી કોણ ફૂટ્યું તે જાણવા જેવું છે. સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ. આ સાથે કહ્યુ કે, ગદ્દાર એક જ છે તેને અમે ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.