બ્રેકિંગ ન્યુઝ
VTV / what are the symptoms of long covid?
ADVERTISEMENT
ઘણા દર્દીઓ એવા છે જેમને લોંગ કોવિડ થઈ રહ્યો છે
એક દર્દીનો આ પ્રશ્ન હતો, તે 42 વર્ષના છે અને તેમને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના થયા બાદ 15 દિવસ પછી કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પણ ઘણા દર્દીઓ એવા છે જેમને લોંગ કોવિડ થઈ રહ્યો છે. એટલે કે બીમાર થયાના 3-4 અઠવાડિયા પછી પણ આવા દર્દીઓને કોરોના રહે છે. તો જાણીલો શું છે આ લોંગ કોવિડ.

ADVERTISEMENT
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે તેવા ઘણા લોકોને ફરીથી કોરોના લક્ષણ દેખાય છે
જે લોકો કોરોનામાંથી બહાર આવી જાય છે કે પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે તેવા ઘણા લોકોને ફરીથી કોરોના લક્ષણ દેખાય છે. કોરોનામાંથી બહાર આવ્યાના 15-20 દિવસ પછી પણ થાક, ભૂખ ના લાગવી, ખાંસી, માથાનો દુખાવો, ઊંઘ ના આવવી જેવા લક્ષણો જોવા મળે છે. ટૂંકમાં કોરોનાથી સાજા થયા બાદ પણ કોરોનાના લક્ષણ રહે તેને પોસ્ટ કોવિડ કહેવામાં આવે છે.

ADVERTISEMENT
બીજા એક ડૉક્ટરના કહ્યા મુજબ ડાયાબિટીસ પણ થઈ રહ્યો છે
આ સ્ટડી પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખચતરો હજુ પણ રહેલો છે. તે વચ્ચે ચોંકાવનારી માહીતી સામે આવી છે કે જે લોકો પણ કોરોનાથી સાજા થઇ રહ્યા છે તે લોકોને ડાયબિટીસ થઇ જવાની આશંકા છે. આ જ આશંકાઓને દૂર કરવા માટે દિલ્હીના એક ડૉક્ટર સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતાની સલાહ આપી હતી. મોટાભાગના કેસમાં ઓછા ડાયબિટીસના દર્દીઓના ઇલાજમાં કોઇ પ્રોબ્લેમ થતી નથી પરંતુ જે વ્યક્તિઓનું ડાયબિટીસ કંટ્રોલમાં રહેતુ નથી તે લોકોને હ્રદયરોગ જેવી સમસ્યા થવાની સંભાવનાઓ રહે છે. આ પ્રકારના વ્યક્તિઓ માટે કોરોના ગંભીર રોગ છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.