ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદમાં ફોન પલળી જાય તો તરત ન કરો આ કામ, નહીં તો થઈ શકે મોટું નુકસાન; જાણો ફોન સુકવવાની સાચી રીત

photo-story

10 ફોટો ગેલેરી

તમારા કામનું / વરસાદમાં ફોન પલળી જાય તો તરત ન કરો આ કામ, નહીં તો થઈ શકે મોટું નુકસાન; જાણો ફોન સુકવવાની સાચી રીત

Last Updated: 11:28 AM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વરસાદમાં સ્માર્ટફોન પલળી જવો સામાન્ય વાત છે, પરંતુ આવી સ્થિતિમાં કરેલી નાની ભૂલ પણ ફોનને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઘણા લોકો ગીલો ફોન ચોખામાં મૂકે છે અથવા હેર ડ્રાયરથી સુકવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ બંને રીતો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

1/10

photoStories-logo

1. ફોન ભીનો થઈ જાય તો આ ભૂલ ન કરતા!

ચોમાસામાં વરસાદના ટીપાં કે પાણીમાં પડી જવાથી ફોન ભીનો થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાઈને ફોન ચાલુ કરીને ચેક કરવો કે તેને તરત ચાર્જિંગમાં લગાવવો ભારે પડી શકે છે. ગીલા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સમાં કરંટ પહોંચવાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી શકે છે અને ફોનના મહત્વના પાર્ટ્સને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. સૌથી પહેલા ફોન સ્વિચ ઓફ કરો

ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો સૌથી પહેલું કામ તેને તરત સ્વિચ ઓફ કરવાનું છે. જો ફોન પહેલેથી જ બંધ હોય તો તેને ચાલુ કરીને ચાલે છે કે નહીં તે ચેક ન કરો. ફોનની અંદર ભેજ હોય ત્યારે કરંટ પસાર થવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. જેના કારણે ફોનની IC અને મધરબોર્ડને પણ નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. કવર અને એક્સેસરીઝ અલગ કરો

ફોન બંધ કર્યા પછી તેનો બેક કવર અને પ્રોટેક્ટિવ કેસ કાઢી નાખો. જો સ્ક્રીન ગાર્ડ અથવા ટેમ્પર્ડ ગ્લાસ ઢીલું થઈ ગયું હોય તો તેને પણ દૂર કરી શકાય છે. આમ કરવાથી ફોનની બહાર કે કિનારીઓમાં ફસાયેલી ભેજને બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સિમ અને મેમરી કાર્ડ કાઢી લો

સિમ રિમૂવલ પિનની મદદથી સિમ ટ્રે બહાર કાઢો અને સિમ કાર્ડ અલગ કરી લો. ફોનમાં માઇક્રોએસડી કાર્ડ હોય તો તેને પણ કાઢી નાખો. જૂના મોડલના ફોનમાં બેટરી કાઢી શકાય તેવી હોય તો ફોન બંધ કર્યા બાદ બેટરી પણ બહાર કાઢી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. ફોનની બહારની સપાટી સાફ કરો

સાફ અને સૂકા નરમ કોટનના કપડા અથવા ટિશ્યૂ પેપરથી ફોનની સ્ક્રીન, બોડી અને કિનારીઓને હળવા હાથે પુંછો. ફોનને જોરથી ઘસવાને બદલે હળવેથી પુંછવાથી બહારનું પાણી દૂર કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ચાર્જિંગ પોર્ટને નીચે રાખો

ફોનને એવી રીતે રાખો કે ચાર્જિંગ પોર્ટ નીચેની તરફ રહે. ત્યારબાદ ફોનને હાથથી હળવેથી ટેપ કરો. આ રીતે ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર ગ્રિલમાં રહેલું વધારાનું પાણી બહાર આવવામાં મદદ મળી શકે છે. ફોનને જોરથી હલાવવો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. તરત ચાર્જિંગમાં ન લગાવો

ફોન ચાલે છે કે નહીં તે જોવા માટે તેને ચાર્જિંગ કેબલ સાથે કનેક્ટ ન કરો. ગીલા ચાર્જિંગ પોર્ટમાં વીજપ્રવાહ જવાથી સ્પાર્ક અથવા શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. તેનાથી ચાર્જિંગ સિસ્ટમને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો

ફોન સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો. તેની ગરમ હવા ફોનના નાજુક આંતરિક પ્લાસ્ટિક પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ હવાના વધુ દબાણથી પાણીના ટીપાં ફોનની અંદર વધુ ઊંડે જઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. ફોનને કાચા ચોખામાં ન મૂકો

ભીના ફોનને કાચા ચોખાના ડબ્બામાં મૂકવાની સલાહ સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળે છે, પરંતુ આ યોગ્ય રીત નથી. ચોખાના બારીક કણો, ધૂળ અને સ્ટાર્ચ ફોનના ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક અને સ્પીકર ગ્રિલમાં જઈ શકે છે. તેનાથી પોર્ટ બ્લોક થવાની અથવા ફોનના અન્ય ભાગોને નુકસાન થવાની શક્યતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ફોન સુકાય ત્યાં સુધી ચાલુ ન કરો

ફોન બહારથી સૂકો દેખાય એટલે તરત ચાલુ કરવો યોગ્ય નથી. અંદરના ભાગોમાં ભેજ રહી શકે છે. તેથી ફોનને સૂકી જગ્યાએ રાખીને ભેજ દૂર થવા દો અને જો પાણી ફોનની અંદર વધુ પ્રમાણમાં ગયું હોય અથવા ફોન ચાલુ ન થાય તો સર્વિસ સેન્ટરની મદદ લેવી વધુ સલામત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone in Rain Phone Water Damage Wet Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ