બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / West Indies : Indian player mohammad siraj gifted his bat and shoes to local players

સ્પોર્ટસ્ / વેસ્ટઈન્ડિઝમાં મોહમ્મદ સિરાજે દેખાડ્યું મોટું મન: મદદ કરવા વાળાને આપી કિંમતી ભેટો, વીડિયોએ દિલ જીત્યા

Vaidehi

Last Updated: 07:35 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: વેસ્ટઈંડીઝમાં ભારતીય ટીમનાં ખેલાડીઓની દરિયાદિલીએ દિલ જીતી લીધું. મહોમ્મદ સિરાજે ટીમને મદદ કરનારા લોકલ ખેલાડીઓને ભેટ આપી. જુઓ વીડિયો

  • વેસ્ટઈંડીઝનાં પ્રવાસે ભારતીય ટીમનાં ખેલાડીઓ
  • પ્રેક્ટિસ સેશનમાં વેસ્ટઈંડીઝનાં લોકલ ખેલાડીઓએ કરી મદદ
  • મહોમ્મદ સિરાજે મદદ કરનારા ખેલાડીઓને આપી થેંક્યૂ ગિફ્ટ

ભારતીય ટીમ આ સમયે વેસ્ટઈંડીઝમાં છે અને ટીમનાં ખેલાડીઓએ એક એવી મેચ રમી જેમાં બારબાડોસનાં સ્થાનિક ખેલાડીઓ પણ જોડાયા હતાં અને ભારતીય ખેલાડીઓની મદદ કરી હતી. આ બાદ ટીમ ઈન્ડિયાનાં ખેલાડી મહોમ્મદ સિરાજે આ  લોકલ  પ્લેયર્સને પ્રોત્સાહન આપતું દરિયાદિલી કામ કર્યું છે. આ ઘટનાનો વીડિયો BCCIએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

સિરાજે બેટ અને શૂઝ ગિફ્ટ કર્યાં
બારબાડોસનાં લોકલ ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની પ્રેક્ટિસ દરમિયાન મદદ કરી અને તેના બદલામાં ટીમનાં ખેલાડીઓએ પણ તેમની મદદ કરી. ભારતીય ટીમનાં સ્પીડબોલર મહોમ્મદ સિરાજે બારબાડોસનાં એક લોકલ ખેલાડીને પોતાનો બેટ ગિફ્ટ કર્યો અને અન્ય એકને પોતાના શૂઝ ગિફ્ટ કર્યાં. ખેલાડીઓનો સામાન ઘણો મોંઘો હોય છે પરંતુ આ દરિયાદિલી ખેલાડી સિરાજે તેની આ વસ્તુઓ ભેટમાં આપ્યાં પહેલા એક ક્ષણ પણ વિચાર ન કર્યો. 

ઈશાન કિશને ખેલાડીને આપી ટિપ્સ
ઈશાન કિશને એક ખેલાડીને બેટિંગની ટિપ્સ આપી હતી તો રવિચંદ્રન અશ્વિને પણ બોલિંગની ટિપ્સ એક લોકલ ખેલાડીને આપી હતી. અજિંક્ય રહાણે, રોહિત શર્માએ આ ખેલાડીઓ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

વિરાટ કોહલીનાં ફેંસ થયા ક્રેઝી
વિરાટ કોહલીની પોપ્યુલારિટી વિશ્વભરમાં છે.  વેસ્ટઈંડીઝમાં પણ કોહલીનાં અનેક ફેંસ હાજર જોવા મળ્યાં હતાં. તેમણે પોતાના ફેંસ સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી અને ટીશર્ટ પર ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

પહેલી મેચ 12 જૂલાઈથી શરૂ 
ભારતીય ટીમ વેસ્ટઈંડીઝમાં 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ 12 જૂલાઈથી શરૂ થશે. ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની વનડે અને પાંચ મેચોની ટી20 સીરીઝ પણ રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ