બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / West Bengal Violence Ram Navami howrah shivpur stone pelting mamta benerjee

ફરી હંગામો / પથ્થરમારો / પશ્ચિમ બંગાળના હાવડામાં સતત બીજા દિવસે હિંસા, શિવપુરમાં પણ ફરી પથ્થરમારો, પોલીસ એલર્ટ પર

Pravin Joshi

Last Updated: 05:35 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે ફરી એકવાર હાવડામાં ભારે પથ્થરમારો થયો હતો.

  • પશ્ચિમ બંગાળના હાવડામાં ફરી હિંસા ફાટી નીકળી
  • હાવડામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો 
  • મમતા બેનર્જીએ હિંદુ સંગઠનો પર આરોપ લગાવ્યો


પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીથી તણાવ જોવા મળી રહ્યો છે. રામનવમીના દિવસે આગચંપી થયાના એક દિવસ બાદ શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. જિલ્લાના કાજીપરા વિસ્તારમાં ગુરુવારે થયેલી હિંસાથી રાજકારણ પણ ગરમાયું છે. હાવડામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાવડાના શિબપુર વિસ્તારમાં પણ કડક તકેદારી રાખવામાં આવી છે. જુમ્મેને જોતા પોલીસ એલર્ટ પર છે.

ગૃહ પ્રધાન અમિત શાહે બંગાળના રાજ્યપાલ સાથે વાત કરી છે અને સ્થિતિની સમીક્ષા કરી છે. ભાજપના લોકેટ ચેટર્જીએ આ સમગ્ર ઘટના માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી છે અને એનઆઈએ તપાસની માંગ પણ કરી છે.

 

મમતા બેનર્જીએ હિંદુ સંગઠનો પર આરોપ લગાવ્યો

રામનવમી નિમિત્તે થયેલી હિંસા મામલે અત્યાર સુધીમાં 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હંગામા પર સીએમ મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા. આ માટે તેણે હિંદુ સંગઠનો પર રૂટ બદલવાનો આરોપ લગાવ્યો છે, જેના જવાબમાં વિશ્વ હિંદુ પરિષદે (VHP) રૂટ બદલવાના આરોપોને નકારી કાઢ્યા છે. VHPએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર હુમલાખોરોને બચાવી રહી છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી હોવા ઉપરાંત તેઓ ગૃહમંત્રી પણ છે. આવી ઘટનાઓ એક પછી એક બની રહી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ NIA દ્વારા થવી જોઈએ.

વાહનોને આગ ચાંપી 

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીના દિવસે શરૂ થયેલો હંગામો અટકવાનો નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ફરી એકવાર હિંસા શરૂ થઈ. હાવડાના શિવપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. આ પહેલા ગુરુવારે હાવડામાં રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ