બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:48 AM, 25 June 2023
ADVERTISEMENT
આવતીકાલથી જૂન મહિનાનું છેલ્લુ સપ્તાહ શરૂ થશે. આ છેલ્લુ સપ્તાહ 26 જૂનથી 2 જુલાઈ સુધી રહેશે. ચાર રાશિના જાતકોને જૂન મહિનાનું છેલ્લુ સપ્તાહ શુભ પરિણામ આપશે. જૂનના છેલ્લા સપ્તાહમાં નાણાંકીય યોગ બનશે. આ ચાર રાશિના જાતકોના ખર્ચા ઓછા થશે અને આવકના સાધનોમાં વૃદ્ધિ થશે.
મેષ- મેષ રાશિના જાતકો માટે નાણાંકીય યોગ બની રહ્યો છે. આરોગ્યમાં સુધારો થશે, ભાગદોડ રહેશે. આ રાશિના જાતકો માટે શુભ રંગ પીળો અને શુભ નંબર 65 છે.
ADVERTISEMENT
વૃષભ- જે પણ ધન રોકાયેલ છે, પ્રાપ્ત થશે. નવા કાર્ય કરી શકો છો. આરોગ્ય સારું રહેશે. આ રાશિના જાતકો માટે શુભ રંગ સફેદ અને શુભ નંબર 75 છે.
સિંહ- સિંહ રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો થશે, નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. સંતાન પક્ષની પ્રગતિ થશે. આ રાશિના જાતકો માટે શુભ રંગ કેસરી અને શુભ નંબર 80 છે.
મીન- આ રાશિના જાતકોનો માનસિક તણાવ દૂર થશે, કરિઅરની અડચણ દૂર થશે. જે પણ ધન અટકેલું છે, તે પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો માટે શુભ રંગ પીળો અને શુભ નંબર 70 છે.
કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું?
આ સપ્તાહ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ મુશ્કેલીભર્યું રહેશે. આ કારણોસર મિથુન, તિલા અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.