બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉત્તરાયણમાં કઈ દિશામાં પવન હશે? હવામાન વિભાગે કરી પતંગ રસિયાઓ માટે 'અનુકૂળ' આગાહી
Last Updated: 03:14 PM, 10 January 2025
રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનો માહોલ જામશે. કેમ કે 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જયા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ADVERTISEMENT
એ. કે. દાસ (ડાયરેકટર, હવામાન વિભાગ)
સાયક્લોનીક સર્ક્યુલેશનનાં કારણે વાતાવરણમાં પલ્ટોઃ હવામાન વિભાગ
ADVERTISEMENT
આ સાથે હવામાન વિભાગે 24 કલાકમાં અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.

ADVERTISEMENT
14 થી 16 જાન્યુઆરી દરમ્યાન ઠંડીથી રાહત મળશે
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવાાં આવી છે. તા. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં 20 ડિગ્રી થશે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ગાંધીજીની ગેલેરી ગાયબ!, GPSCના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ ચર્ચામાં
વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશેઃ અંબાલાલ
ADVERTISEMENT
તેમજ રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં રાહત મળશે. તેમજ ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. તેમજ 14 થી 18 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં વાદળો રહેશે. તેમજ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.