બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / wear mast when you are alone in the car in Gujarat
Gayatri
Last Updated: 08:28 AM, 17 January 2021
ADVERTISEMENT
ગત સપ્તાહે જ દિલ્લી કોર્ટમાં આ અંગે સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં કારમાં એકલા વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂર નહીં હોવાનું સોગંદનામુ કર્યું હતું. કેન્દ્રના સોગંદનામા બાદ આવા જાહેરનામાથી અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. કેન્દ્રના સોગંદનામામાં અને પોલીસ કમિશનરના જાહેરનામામાં ભેદ છે.
જો કોઇ વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો બંને પાસેથી નિયત કરાયેલી દંડની રકમ વસુલાશે. રાજ્યના ગૃહવિભાગે જાહેર સ્થળો, કાર્યસ્થળો, મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે.
ADVERTISEMENT
એકલા મુસાફરી કરો તો પણ માસ્ક પહેરવું
ફોર વ્હિલર-રિક્ષા-ટેક્સી-કેબ-સરકારી-ખાનગી વાહન ચાલકોના ડ્રાઇવર એકલા જ મુસાફરી કરી રહ્યા છતાં પણ તેમના માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. અગાઉ મે 2020માં ગૃહ વિભાગ-ગુજરાત સરકારના હુકમથી ફોર વ્હિલરમાં મુસાફરી દરમિયાન વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો મુસાફરી દરમિયાન તેમને ચહેરાને માસ્ક/કપડાં કે અન્ય રીતે ઢાંકવાથી મુક્તિ અપાઇ હતી.
સરકારમાં જ મતમતાંતર
હવે રિક્ષાચાલકો, ટેક્ષી-કેબ ડ્રાઇવર્સ, સરકારી-ખાનગી વાહનોના વાહનચાલકો અને મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે.ગૃહવિભાગના જૂન 2020 અને આરોગ્ય વિભાગના ઓગસ્ટ 2020ના હુકમમાં વિસંગતતા જણાતા આ નિર્ણય લેવાયો છે. હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઓગસ્ટ 2020ના હુકમને આખરી માન્ય રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.