બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / we can win future wars with indigenous weapon systems says army chief pandey

સ્વદેશી / હવે સ્વદેશી બનાવટના હથિયારોથી ભવિષ્યના યુધ્ધમાં મળશે જીત, આર્મી ચીફે કર્યા આત્મનિર્ભરતાના વખાણ

MayurN

Last Updated: 02:30 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે 'સ્વદેશી રીતે નિર્મિત હથિયારો ફ્રન્ટલાઈન મિલિટ્રી ફ્રન્ટ પર ખરા ઉતર્યા છે અને અમે આ હથિયારોના આધારે ભવિષ્યના યુદ્ધ જીતીશું.'

  • ગાંધીનગરમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022
  • સ્વદેશી હથિયારોના વપરાશથી ભવિષ્યના યુદ્ધ જીતીશું 
  • આર્મી ચીફ જનરલે સ્વદેશી બનાવટના હથિયારોને વખાણ્યા

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો-2022 દરમિયાન સ્વદેશી બનાવટના હથિયારો પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સ્વદેશી રીતે નિર્મિત હથિયારો ફ્રન્ટલાઈન મિલિટ્રી ફ્રન્ટ પર ખરા ઉતર્યા છે અને અમે આ હથિયારોના આધારે ભવિષ્યના યુદ્ધ જીતીશું.

 

ભાવી જંગ આત્મનિર્ભર હથિયારોથી જીતશું
આર્મી ચીફ જનરલ પાંડેએ જણાવ્યું હતું કે, "અમે સ્પષ્ટરૂપથી ચોક્કસપણે કહી શકીએ છીએ કે સ્વદેશી શસ્ત્ર પ્રણાલીના આધારે અમે ભાવિ યુદ્ધ જીતીશું." તમામ નવી સ્વદેશી નિર્મિત શસ્ત્રોની તકનીકીએ અમારી અગ્રીમ પોસ્ટ્સ પર સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે, આ હથિયારો વિશ્વ બજારમાં ઉપલબ્ધ અન્ય હથિયારોની જેમ સારા છે.

 

આપણે આત્મનિર્ભર બનવાનું છે
"રશિયા-યુક્રેન યુદ્ધે અમને એક ઊંડો પાઠ શીખવ્યો છે, અમને જણાયું કે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર છે. શક્ય હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વૈશ્વિક શસ્ત્ર પુરવઠા શૃંખલા પર આધાર રાખવો ન જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, "અમારા મેક-1 પ્રોજેક્ટ્સ માટે 2-3 મોટા પ્રોજેક્ટ્સ છે. જેમાં લાઈટ ટેન્ક, બખ્તરબંધ વાહનો વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા આને આંશિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એ જ રીતે, મેક II કેટેગરીમાં, અમારી પાસે 43 પ્રોજેક્ટ્સ છે. આમાં લગભગ 187 ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. આ રકમ 27,000 કરોડ રૂપિયા છે અને તે મુખ્યત્વે આપણી ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ ક્ષમતાઓમાં સુધારો કરવા સાથે સંબંધિત છે. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ