બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / watch VIDEO Shahrukh and Virat Kohli dance on jhoome Jo Pathan KKR v RCB

RCB vs KKR / RCBનો પરાજય થતા શાહરૂખે વિરાટ કોહલીને શિખવાડ્યા 'ઝૂમે જો પઠાન'ના સ્ટેપ્સ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 10:25 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCBની હાર પછી વિરાટ કોહલી બોલીવુડ એક્ટર અને KKRના સહ માલિક શાહરૂખ ખાન સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. તમે પણ જુઓ આ મજેદાર વિડીયો.

  • RCBએ બે મેચમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો.
  • કિંગ કોહલીની કિંગ ખાન સાથે મસ્તી.
  • ઝૂમે જો પઠાન પર કર્યો મજેદાર ડાન્સ.

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) ના સ્પિનર વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા અને સુનિલ નારાયણ સામે RCBના ક્રિકેટર્સ ટકી શક્યા ન હતા. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને કેપ્ટન ફાફ ડુપ્લેસી જેવા ક્રિકેટર્સે સ્પિનર્સ સામે હારી ગયા. વિરાટ કોહલીએ 18 બોલ પર માત્ર 21 રન કર્યા હતા અને સુનિલ નારાયણ સામે બોલ્ડ થઈ ગયા હતા. RCBની હાર પછી વિરાટ કોહલી બોલીવુડ એક્ટર અને KKRના સહ માલિક શાહરૂખ ખાન સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

IPLની 9મી મેચમાં KKRએ RCBને 81 રનથી હરાવીને બે મેચમાં પહેલી વાર જીત મેળવી છે. RCBએ બે મેચમાં પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. શાહરૂખ ખાન ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા, જ્યાં વિરાટ કોહલી સાથે મુલાકાત કરી હતી. શાહરૂખ ખાનની ફરમાઈશ પર કોહલીએ ફિલ્મ પઠાનના ગીત ‘ઝૂમે જો પઠાન’ પર ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 
શાર્દુલ ઠાકુરે 20 બોલમાં અડધી સદી ફટકારી

 

કોલકત્તા નાઈટ રાઈડર્સના શાર્દુલ ઠાકુરે 68 રન, રહમનુલ્લાહ ગુરબાજે 57 રન અને રિંકૂ સિંહે 46 રન ફટકાર્યા છે, જેની મદદથી KKRએ 20 ઓવરમાં 204 રન કર્યા હતા. જેની સામે RCBએ 20 ઓવરમાં માત્ર 123 રન કર્યા છે. RCBએ યોગ્ય બેટીંગ ના કરતા ખૂબ જ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન ફાફ ડુપ્લેસીએ 23 રન જ્યારે વિરાટ કોહલીએ 21 રન કર્યા હતા. 

KKRના સ્પિનરનો દબદબો

205 રનના લક્ષ્યાંકનો પીછો કરતા RCBએ માત્ર 54 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. KKRના 3 સ્પિન બોલરે RCBની 9 વિકેટ ઝડપી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તીએ 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સુયેશ શર્માએ આ મેચથી ડેબ્યુ કર્યું છે, જેમણે 30 રન આપીને 3 વિકેટ ઝડપી છે અને સુનિલ નારાયણે 16 રન આપીને 2 વિકેટ ઝડપી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ