બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર બનાવવું છે? તો કરો આ 3 કોર્સ, થશે લાખોમાં કમાણી!

કરિયર / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરિયર બનાવવું છે? તો કરો આ 3 કોર્સ, થશે લાખોમાં કમાણી!

Nirav Kumar

Last Updated: 08:19 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેનો જમાનો AIનો રહેવાનો છે. આથી હવે યુવાનો AI માં કરિયર બનાવવા માંગે છે. જો તમે AI અને મશીન લર્નિંગમાં કરિયર બનાવવા માંગતા હોય તો આજે અમે તમને તેના રિલેટેડ અમુક કોર્ષ જણાવીશું.

આજકાલ ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. મોબાઈલ ફોનથી લઈને ઓનલાઈન શોપિંગ, બેંકિંગ, હેલ્થકેર અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ થઈ રહ્યો છે. આથી વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે AI માં કરિયર બનાવવું યોગ્ય છે કે નહીં? કયો અભ્યાસક્રમ લેવો જોઈએ અને તેમને કેટલો પગાર મળે છે?  જો તમે પણ AI અને મશીન લર્નિંગમાં કરિયર બનાવવા માંગતા હોય તો ચાલો આજે તમને જણાવીએ કે કયા અભ્યાસક્રમો કરવા જોઈએ અને તમે કેટલા પગાર મળી શકે છે.

AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રમાં થાય છે. જેમાં હેલ્થકેર, બેંકિંગ, શિક્ષણ, ઈ-કોમર્સ અને મોબાઈલ એપ્સનો પણ સમાવેશ થાય . જો તમે AI માં કરિયર બનાવવા માંગતા હોવ તો યોગ્ય કોર્સ પસંદ કરવો અને સારી સ્કીલ વિકસાવવી મહત્વનું  છે. 12મા ધોરણ બાદ  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ / કોમ્પ્યુટર સાયન્સ (AI સ્પેશિયલાઇઝેશન) માં B.Tech એ સૌથી ફેમસ વિકલ્પ છે. દેશની મુખ્ય સંસ્થાઓ જેમ કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, AI અને ડેટા સાયન્સ સંબંધિત અભ્યાસક્રમો ઓફર કરે છે. આ અભ્યાસક્રમોનો સમયગાળો ચાર વર્ષનો હોત છે. આ  સાયંસ (PCM) ના વિદ્યાર્થીઓ માટે છે. જો તમે સંશોધન કે ડેટા એનાલિટિક્સ કરવા માંગતા હોવ તો AI / ડેટા સાયન્સમાં B.Sc. એક સારો ઓપ્શન છે. આ સિવાય સોફ્ટવેર અને કોડિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે BCA (AI કે ડેટા સાયન્સ સ્પેશિયલાઇઝેશન) યોગ્ય છે.

  • ગ્રેજ્યુએશન બાદ કયા અભ્યાસક્રમો કરવા ?
  1. AI / મશીન લર્નિંગમાં M.Tech - AI / મશીન લર્નિંગમાં M.Tech એ એવા વિદ્યાર્થીઓ માટે છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ટેકનિકલ સ્કીલ મેળવવા માંગે છે. આ સામાન્ય રીતે બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ છે. જેમાં પ્રવેશ માટે સામાન્ય રીતે GATE અથવા સંબંધિત યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ ડિગ્રી સાથે વિદ્યાર્થીઓ AI એન્જિનિયરો, મશીન લર્નિંગ એક્સપર્ટ કે રિસર્ચર જેવી ભૂમિકાઓમાં કામ કરી શકે છે. જેનો શરૂઆતનો પગાર વાર્ષિક 10 લાખથી 25 લાખ રૂપિયા  સુધીનો હોય છે, જે અનુભવ અને કંપનીના આધારે વધી શકે છે.
  2. AI માં MCA - AI માં MCA (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ) એ એવા વિદ્યાર્થીઓ માટે એક બેસ્ટ અભ્યાસક્રમ છે જે સોફ્ટવેર વિકસાવવા તેમજ AI-બેસ્ડ એપ્લિકેશનો બનાવવા માંગે છે. આ કોર્ષ પ્રોગ્રામિંગ, ડેટા સ્ટ્રક્ચર્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ટૂલ્સનો અભ્યાસ પૂરો પાડે છે. જે વિદ્યાર્થીઓને સ્માર્ટ એપ્સ, ઓટોમેશન સિસ્ટમ્સ અને ડેટા-ડ્રાઇવ સોફ્ટવેર ડેવલોપ કરવા માટે સક્ષમ બનાવે છે. આ કોર્ષ ખાસ કરીને કોડિંગ અને નવી ટેકનોલોજીમાં રસ ધરાવતા સ્નાતક વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે અને જેઓ AI ડેવલપર્સ, મશીન લર્નિંગ એન્જિનિયર્સ કે સોફ્ટવેર એન્જિનિયર્સ જેવી ભૂમિકાઓમાં કરિયર બનાવવા માંગે છે.
  3. AI અને બિઝનેસ એનાલિટિક્સ માં MBA / PG ડિપ્લોમા - AI અને બિઝનેસ એનાલિટિક્સ માં MBA / PG ડિપ્લોમા એ લોકો માટે સારો વિકલ્પ છે જેઓ મેનેજમેન્ટ અને બિઝનેસ બંનેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માંગે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ જેવીસંસ્થાઓ આવા કાર્યક્રમો પુરા પાડે કરે છે. આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ તમે બિઝનેસ એનાલિસ્ટ, AI પ્રોડક્ટ મેનેજર કે ડેટા કન્સલ્ટન્ટ જેવી ભૂમિકાઓમાં કરિયર  બનાવી શકો છો, જ્યાં મેનેજમેન્ટ અને ટેકનોલોજી બંનેની સમજ જરૂરી હોય છે.
vtv app promotion
  • ઓનલાઈન કોર્ષ પણ ઓપ્શન

જો તમે કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા નથી તો તમે Coursera, Udemy કે edX જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા AI શીખી શકો છો. આ પ્લેટફોર્મ બેઝીકથી લઈને એડવાન્સ સુધીના અભ્યાસક્રમો પુરા પાડે કરે છે. કેટલાક ફ્રી હોય છે અને કેટલાક પેઈડ.

વધુ વાંચો : ઓનલાઇન છેતરપિંડીના શિકાર થયા છો? તો ઘરે બેઠાં આ રીતે કરો ફરિયાદ, થશે કાર્યવાહી

  • AI માં વિવિધ જોબ રોલ અને પગાર

AI ક્ષેત્રમાં ઘણી અલગ અલગ જોબ રોલ છે અને પગાર ભૂમિકાના આધારે બદલાય છે. AI એન્જિનિયરો સામાન્ય રીતે વાર્ષિક 8 લાખથી 25 લાખ રૂપિયા, મશીન લર્નિંગ એન્જિનિયરો 7 લાખથી 22 લાખ, ડેટા સાયન્ટિસ્ટ 6 લાખથી 20  લાખ રૂપિયા , NLP એન્જિનિયરો 8 લાખથી 30 લાખ રૂપિયા , કમ્પ્યુટર વિઝન એન્જિનિયરો 10 લાખથી 35  લાખ રૂપિયા અને AI research scientists 15 લાખથી 45 લાખ રૂપિયા કમાય છે. કંપની, શહેર, અનુભવ અને ટેક્કુનીકલ સ્કીલના આધારે પગાર બદલાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Specialization AI Courses Machine Learning
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ