બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓનલાઇન છેતરપિંડીના શિકાર થયા છો? તો ઘરે બેઠાં આ રીતે કરો ફરિયાદ, થશે કાર્યવાહી

કામની ટિપ્સ / ઓનલાઇન છેતરપિંડીના શિકાર થયા છો? તો ઘરે બેઠાં આ રીતે કરો ફરિયાદ, થશે કાર્યવાહી

Nirav Kumar

Last Updated: 04:02 AM, 28 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટના વધતા ઉપયોગને લીધે વિવિધ પ્રકારે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધુ છે. જેથી આવા કેસને રિપોર્ટ કરવા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ શરુ કરાયું છે.

હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ વધુ સામાન્ય બન્યા છે તેમ તેમ સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધ્યા છે. આ ગુનાઓનો સામનો કરવા માટે ભારત સરકાર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ લાવ્યું છે. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં કોઈપણ ભારતીય નાગરિક સાયબર ફ્રોડ, ઓનલાઈન ચીટિંગ, સોશિયલ મીડિયાનો દુરુપયોગ, બેંકિંગ ફ્રોડ, UPI સ્કેમ, OTP સ્કેમ કે મહિલાઓ અને બાળકો સામેના ઓનલાઈન ગુનાઓ અંગે ફરિયાદ થઇ શકે છે.

જેમાં એજન્સીઓ/પોલીસ આ પોર્ટલ પર દાખલ કરાયેલી ફરિયાદો સાથે પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે કાર્યવાહી કરે છે. આ પોર્ટલ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ચાલે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને ઝડપી અને સરળ ફરિયાદ સિસ્ટમ પૂરી પાડવાનો છે, જે સમયસર કાર્યવાહી સુનિશ્ચિત કરે છે.

  • સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ આ રીતે કરે છે કામ
    નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. નાગરિકો પાસે આ પોર્ટલ પર ત્રણ ઓપ્શન છે. જેમાં મહિલા/બાળકો સંબંધિત ગુના, નાણાકીય ફ્રોડ અને અન્ય સાયબર ક્રાઈમનો સમાવેશ થાય છે. તમે આ ત્રણ કેટેગરીમાંથી એક પસંદ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
vtv app promotion

આ ફરિયાદ નોંધાવવા માટે તમારે File a complaint પર ક્લિક કરવું. આગળ વધવા માટે તમારે નાગરિક લોગિન માટે તમારું લોગિન આઈડી, મોબાઈલ નંબર અને OTP દાખલ કરવું. જો તમે પહેલી વાર આ પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે ન્યૂ યુઝર ઓપ્શન પર ટેપ કરી શકો છો અને આગળ વધી શકો છો.

  • ફરિયાદ નોંધાવવા માટે જરૂરી માહિતી
    અહીંયા ફરિયાદ નોંધાવવા માટે તમારે ઘટનાની તારીખ અને સમય, ઓછામાં ઓછા 200 અક્ષરોમાં ઘટનાનું વર્ણન અને તમારા રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (જેમ કે મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ કે આધાર કાર્ડ) ની સોફ્ટ કોપી jpeg, jpg, કે png ફોર્મેટમાં આપવી પડશે (ફાઇલની સાઈઝ 5 MB થી વધુ ન હોવી જોઈએ).

ફાઈનાન્શીયલ ફ્રોડના કિસ્સામાં બેંક, વોલેટ અથવા વેપારીનું નામ, 12-અંકનો ટ્રાન્ઝેક્શન ID અથવા UTR નંબર, ટ્રાન્ઝેક્શનની તારીખ અને ફ્રોડની રકમ આપવી જરૂરી છે. આ સિવાય તમે શંકાસ્પદ વેબસાઇટ URL કે સોશિયલ મીડિયા હેન્ડલ, શંકાસ્પદનો મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, બેંક એકાઉન્ટ નંબર, સરનામું, jpeg, jpg, કે png ફોર્મેટમાં તેમના ફોટાની સોફ્ટ કોપી (મેક્સીમમ 5 MB) અને શંકાસ્પદને ઓળખવામાં મદદ કરી શકે તેવા કોઈપણ બીજા ડોક્યુમેન્ટ આપી શકો છો.

વધુ વાંચો : મળશે ₹ 10,00,000નું રિફન્ડ! સરકારે ફરી પોર્ટલ ઓપન કર્યું, કરો આ રીતે અરજી

  • આ પોર્ટલનો ઉપયોગ ક્યારે કરવો
    જો તમે કે તમારા પરિચિત કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ડરવાને બદલે તમે તરત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. સમયસર રિપોર્ટિંગ માત્ર તમારા નુકસાનને ઘટાડી શકતું નથી પરંતુ ગુનેગારો સામે કડક કાર્યવાહી પણ સુનિશ્ચિત કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cybercrime Online Transactions Online Crimes
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ