બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Want to buy a car but which one See the list of best SUVs in budget up to 10 lakh rupees

તમારા કામનું / કાર ખરીદવી છે પણ કઈ? એક ક્લિકમાં જુઓ 10 લાખ રૂપિયા સુધીના બજેટની બેસ્ટ SUVનું લિસ્ટ

Megha

Last Updated: 11:24 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે દેશમાં 10 લાખ રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ એવી SUVનું લિસ્ટ લાવ્યા છીએ.

  • હાલમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUVની ભારે માંગ છે. 
  • 10 લાખ રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ એવી SUVનું લિસ્ટ. 

હાલમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUVની ભારે માંગ છે. છેલ્લા થોડા વર્ષોથી આ સેગમેન્ટની ગાડીઓ ઘણી લોકપ્રિય બની છે અને દેશમાં આ ગાડીને લઈને ઘણા વિકલ્પો પણ છે. વાસ્તવમાં, આ સેગમેન્ટની કારમાં ઉપલબ્ધ કેબિન સ્પેસ અને પાવરફુલ એન્જિનને કારણે લોકોને પસંદ આવે છે. 

1 એપ્રિલ પછી બંધ થઈ શકે છે વેચાણમાં ધૂમ મચાવતી આ કારો, આ કારણે લેવાઈ શકે  નિર્ણય these cars may be discontinued from april 1 only 2 days left to buy

એવામાં જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે દેશમાં 10 લાખ રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ એવી SUVનું લિસ્ટ લાવ્યા છીએ. ચાલો તેના વિશે જાણીએ.

ટાટા પંચ (Tata Punch): કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ 
Tata Punch દેશમાં ઉપલબ્ધ એક સસ્તી SUV છે. આ કારને Alpha-ARC પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તેમાં ટાટા બ્રાન્ડની "હ્યુમેનિટી લાઇન" ગ્રિલ, LED DRL સાથે સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ, આકર્ષક બમ્પર અને ડ્યુઅલ-ટોન પેઇન્ટવર્ક છે. પંચમાં 1.2 લિટર 3-સિલિન્ડર, રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફાઈવ સ્ટાર મળ્યા છે

Hyundai વેન્યુઃ કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ 
Hyundai Venue એક કોમ્પેક્ટ સેગમેન્ટ SUV છે અને તેને દેશમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે, Hyundaiએ તેની આ કારને ADAS ટેક્નોલોજી સાથે અપડેટ કર્યું હતું. આ સાથે, વેન્યુ ADAS ટેક્નોલોજી મેળવનારી દેશની પ્રથમ સબ-કોમ્પેક્ટ SUV બની ગઈ છે. કંપનીએ આ કારમાં 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. રૂફ રેલ્સ, ઇલેક્ટ્રોનિક ORVM અને નવા એલોય વ્હીલ્સ એસયુવીમાં જોવા મળે છે.  

નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલાં જાણી લેજો આ 7 ઉપયોગી ટિપ્સ,  રહેશો ફાયદામાં/ car buying guide tips for buying a new car first time

કિયા સોનેટ: કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ 
Kia Motors એ ભારતીય બજારમાં તેની Sonet ફેસલિફ્ટ લોન્ચ કરી હતી, જેમાં કંપનીએ આ કારનો લુક અપડેટ કર્યો છે. આ સાથે જ એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ ટેક્નોલોજી (ADAS)ને નવા સેફટી ફીચર તરીકે ઉમેરવામાં આવ્યા હતા. આ કારમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન, 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ છે. પેટ્રોલ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ સાથે જોડાયેલું છે, જ્યારે ટર્બો-પેટ્રોલ અને ડીઝલ એન્જિન 6-સ્પીડ iMT ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે.

મારુતિ સુઝુકી બ્રેઝા: કિંમત 8.29 લાખ રૂપિયાથી શરૂ 
મારુતિ સુઝુકીની આ કાર દેશમાં સૌથી વેચાતી SUVs માંથી એક છે. આ ગાડીની કિંમત પણ ઓછી છે અને તેમાં ડ્યુઅલ-પોડ પ્રોજેક્ટર હેડલેમ્પ સેટઅપ, નવી રૂફ રેલ્સ, નવા ડ્યુઅલ-ટોન ફ્રન્ટ અને રીઅર બમ્પર્સ અને નવી રેપ-અરાઉન્ડ LED ટેલલાઇટ્સ મળે છે. તેમાં 1.5-લિટર, K15C પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કારની કેબિનમાં સનરૂફ, ક્રૂઝ કંટ્રોલ, પેડલ શિફ્ટર્સ, સુઝુકી કનેક્ટ ટેલિમેટિક્સ ટેક્નોલોજી અને ખાસ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

વધુ વાંચો: માત્ર 25 લોકો માટે આવી Royal Enfield ની આ બાઇક: કિંમત સવા ચાર લાખ રૂપિયા

Hyundai Exeter: કિંમત 6.13 લાખ રૂપિયાથી શરૂ 
Hyundai કંપનીની Exeter SUV દેશમાં ઉપલબ્ધ કંપનીની સૌથી સસ્તી SUV છે. આ વાહનનું વ્હીલબેઝ 2450mm છે, જે આ સેગમેન્ટમાં સૌથી વધુ છે. કારમાં 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિન છે. તેમાં કંપની-ફિટેડ CNG વેરિઅન્ટનો વિકલ્પ છે, જે 68bhpનો પાવર અને 95.2Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેના દમદાર ફીચર્સને કારણે લોકોને આ ગાડી ઘણી પસંદ આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ