બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ભારત / Vulgar Videos On Mothers, Sons: Child Rights Panel Summons YouTube India Official

હળાહળ કળયુગ / માતા પુત્રની પ્રેમીઓ જેવી લિપ લોક કિસવાળા વીડિયોથી હડકંપ, સરકારે YouTube સામે લીધું એક્શન

Hiralal

Last Updated: 04:58 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધર અને પુત્રનો વાંધાજનક વીડિયો વાયરલ થતાં નેશનલ ચાઈલ્ડ કમિશને YouTubeના અધિકારીને રુબરુ બોલાવીને ખુલાસો માગ્યો છે.

  • યુટ્યૂબના ચેલેન્જ વીડિયોને કારણે બબાલ
  • માતા અને પુત્રને વાંધાજનક હાલતમાં દર્શાવાયા છે
  • બાળ કમિશને યૂટ્યુબના અધિકારીને સમન્સ પાઠવ્યું 

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) દ્વારા યુટ્યુબ ઇન્ડિયાના એક અધિકારીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સમન્સ 'ચેલેન્જ વીડિયો' સાથે મોકલવામાં આવ્યું છે. 'ચેલેન્જ વિડિઓઝ' એ વિડિઓઝ છે જેમાં એક વ્યક્તિ અથવા જૂથ બીજી વ્યક્તિને કંઈક મુશ્કેલ કરવા માટે પડકાર આપે છે. અને સામેવાળી વ્યક્તિ પણ કેમેરામાં કરે છે. ઘણી વખત આવા કિસ્સાઓમાં લોકો નિયમો અને કાયદાઓથી પણ આગળ વધી જાય છે.

વીડિયોને ભારતમાં ચાલવા નહીં દેવાય
યૂટ્યૂબ પર 'ચેલેન્જ વીડિયો' છે જેમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટનો ભંગ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં માતા-પુત્ર વચ્ચે કિસિંગ કે લિપ-લોકિંગ જોવા મળે છે. એનસીપીસીઆરના વડા પ્રિયંક કાનુન્ગોએ આ વીડિયોની તુલના અશ્લીલ સામગ્રી સાથે કરી હતી જેમાં બાળકોનો સમાવેશ થાય છે.
એનસીપીસીઆરના વડાએ કહ્યું કે આવી સામગ્રીને ભારતમાં ચાલવા દેવામાં આવશે નહીં. યૂટ્યૂબ ઈન્ડિયાએ આના પર એક્શન લેવી પડશે. જો તેમ નહીં થાય તો તેના અધિકારીઓને જેલની હવા ખાવી પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં યુટ્યુબ ઇન્ડિયાના સરકારી બાબતોના નીતિ વડાને વ્યક્તિગત સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 15 જાન્યુઆરીએ તમામ વિગતો સાથે કમિશનમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.

માતા-પુત્રનો વાંધાજનક વીડિયો બાળકોમાં જાતિય પ્રોત્સાહન આપે છે 
પ્રિયાંક કાનુન્ગોના જણાવ્યા અનુસાર, યુટ્યુબ પર ઉપલબ્ધ ઘણા વીડિયોમાં માતા અને પુત્ર વચ્ચેના સંબંધો પર વાંધાજનક સામગ્રી છે. આ વિડિઓઝ કિશોરવયના બાળકોમાં જાતીય ઉત્તેજનાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, આવી સામગ્રી બનાવવામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અને એનસીપીસીઆર આવા તમામ લોકોને જેલમાં મોકલશે. આ સમયે યૂટ્યૂબ ઇન્ડિયા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમનો જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનસીપીસીઆરના વડાએ એમ પણ કહ્યું હતું કે, જો કોઇ પણ પ્લેટફોર્મ પર આવો વીડિયો બનાવશે તો તેને જેલમાં જવું પડશે.

શું છે વીડિયોમાં 
વીડિયોમાં માતા અને પુત્ર લિપ લોક કિસ કરતા જોવા મળ્યાં હતા. તેમણે પ્રેમીપંખીડા જેવી એક્ટિંગ કરીને યુટ્યૂબ પર ચેલન્જ વીડિયો બનાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ